Last Updated on February 26, 2021 by Pravin Makwana
અમદાવાદમાં ફરી એક વખત ગોવા રબારીનો આતંક સામે આવ્યો છે. જેલમાં રહીને ખંડણીના નેટવર્કનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ગોવા રબારીના સાગરીતોએ અમદાવાદના જમીન દલાલનું અપહરણ કરીને 1 કરોડની ખંડણી માંગી હતી. જે ગુનામાં ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે અન્ય 9 જેટલાં ફરાર આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે. જો કે ગોવા રબારી ખંડણીનું નેટવર્ક કેવી રીતે ચલાવે છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપીએ ફરિયાદીની 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઈન લૂંટી લીધી હતી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ ફુલજી ઉર્ફે ફુલો મોતીભાઈ રબારી છે. આ આરોપીએ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કર્યું હતું અને અપહરણ કર્યા બાદ અલગ-અલગ જગ્યાએ ગોંધી રાખીને 1 કરોડની ખંડણી માંગી હતી. આરોપીએ ફરિયાદીની 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઈન પણ લૂંટી લીધી હતી. ઉપરાંત અન્ય રૂપિયા 70 લાખ માટે પણ ધમકી આપી હતી. જે અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચે ગોવા રબારીની પૂછપરછની તૈયારી શરૂ કરી
જમીન દલાલ અને વેપારીને ધમકાવીને રૂપિયા પડાવી ખંડણી ગેંગમાં મુખ્ય સુત્રધાર તરીકે ગોવા રબારીનું નામ સામે આવ્યું છે. લૂંટ, ખંડણી અને ધમકીના ગુનામાં ભલે 10 આરોપી સંડોવાયેલા હોય પરંતુ ભુજ જેલમાં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેંગ ચલાવતો હોવાનું સામે આવ્યું છે અને આ લૂંટમાં ગયેલી સોનાની ચેઈન પણ પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરી છે. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચે ગોવા રબારીની પૂછપરછની તૈયારી શરૂ કરી છે. મહત્વનું છે કે આ ગુનામાં મહેશ રબારી, નાગજી રબારી, અલ્પેશ હિરવાણી અને કરણ મરાઠી સહીત 9 આરોપી ફરાર છે જેને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ 10 ટીમો કામગીરી કરી રહી છે.
READ ALSO :
- શાહરુખ ખાન ની લાડલી દીકરી સુહાનાએ બેડરૂમ માંથી કરી તસવીરો શેર, બતાવ્યું પોતાનું પરફેક્ટ ફિગર
- ફેમિલી ગ્રુપમાં શેર થઇ ગઈ પોતાની આપત્તિજનક તસવીર, જાણો પછી મહિલાના પરિવારે શું કર્યું
- લાપરવાહી / કોરોનાકાળમાં સરકારે નિકાસ કરી દીધો 700 ટકા ઓક્સિજન, સવાલ ઉઠ્યા તો આપી આ સફાઈ
- મમતા બગડ્યાં: કોરોનાની બીજી લહેર મોદી નિર્મિત ત્રાસદી છે, બંગાળમાં નથી જોઈતી ડબલ એન્જિનની સરકાર
- વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી
