GSTV
Gujarat Government Advertisement

સેટેલાઈટ ગેંગરેપ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, આરોપીઓના નાર્કો અને બ્રેઈન મેપિંગ ટેસ્ટ નેગેટિવ

Last Updated on July 17, 2019 by Alap Ramani

અમદાવાદના બહુચર્ચિત સેટેલાઈટ ગેંગરેપ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કેસના ત્રણેય આરોપીઓના નાર્કો અને બ્રેઈન મેપિંગ ટેસ્ટનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એફએસએળ દ્વારા કરાયેલા આ ટેસ્ટના રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચને પણ સોંપી દેવાયા છે. સૂત્ર મુજબ, આ કેસના આરોપીઓ એવા યામિની નાયર, વૃષભ મારુ અને ગૌરવ દાલમિયાના નાર્કો તથા બ્રેઈન મેપિંગ ટેસ્ટનો પ્રાથમિક રિપોર્ટ નીલ આવ્યો છે. આમ ત્રણેય આરોપીઓ નિર્દોષ હોવાની વાત સામે આવી છે.

ઉલ્લેખનિય છે કે, 28 જુનના રોજ ઇસનપુર વિસ્તારમાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી કે, ગત માર્ચ મહિનામાં તેની સાથે ચાલુ કારમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. અને તેના ગુપ્તાંગમાં લાકડી નાખી દેવામાં આવી હતી. આ સમયે બે લોકો તેનો વીડિયો ઉતારતા હતા. બાદમાં તેઓ વીડિયો લીક કરી દેવાની તેમજ બોયફ્રેન્ડની મારી નાખવાની ધમકી આપીને પૈસા માંગતા રહ્યા હતા. આ ઘટના બાદ પિડીતાએ ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે સવાલ ઉઠાવ્યા હતા. તો આરોપીઓ પોતાને નિર્દોષ હોવાનો દાવો કરતા રહ્યા હતા. ખુદ આરોપીઓએ આ કેસમાં વિવિધ ટેસ્ટ માટેની માંગ કરી હતી. જેનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે.

 

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!