અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. બે ભેજાબાજ ઠગ્સને ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં ફોર વ્હીલર ભાડે રાખીને તેને ગીરવે મુકવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે એક કરોડ 54 લાખના કૌભાંડ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે.

હર્ષદ પરમાર અને પાર્થ ઉર્ફે જય શાહે રાજ્ય વ્યાપી કૌભાંડ આચર્યુ હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓને ટૂંક સમયમાં વધુ પૈસા કમાવાની લાલચ હતી.. જેથી તેમને છેતરપીંડીનો ધંધો શરૂ કર્યો.

આ આરોપીઓ સૌ પ્રથમ ગાડીઓના માલિકનો સંપર્ક કરતા હતા. તેમની સાથે પરિચય કેળવીને વિશ્વાસ માં લઈને તેઓને ટાર્ગેટ કરતા હતા. જેમાં ગાડી માલિકોને ઊંચું ભાડું ચૂકવવાની લાલચ આપીને ગાડીના માલિકને વિશ્વાસમાં લેતા હતા. થોડા સમય માટે તેઓ નિયમિત ભાડું ચૂકવતા હતા. ત્યારબાદ ગાડી બારોબાર અન્ય વ્યક્તિને ગિરવે આપીને ઊંચી કિંમત મેળવી લઈ ફરાર થઈ જતા હતા.. આ પ્રકારે અસંખ્ય ગાડીઓના માલિકને ટાર્ગેટ કરીને રૂપિયા 1.54 કરોડનું કૌભાંડ આચર્યું.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી