GSTV

સમગ્ર વડોદરાને કલંકિત કરનારા નરાધમ જશો અને કિશન ઝડપાયા

સમગ્ર વડોદરાને કલંકિત કરનારા કિસ્સાના મુખ્ય બંન્ને આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. જેમાં વડોદરા, અમદાવાદ અને ગુજરાત એટીએસે એકસાથે મળીને કામ કર્યું હતું. હવસખોર આરોપીઓ ઝડપાયા બાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ બંન્ને નરાધમ આરોપીનું નામ કિશન અને જશા હોવાનું સામે આવ્યું છે. જે બંન્ને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. અને મૂળ રાજકોટ અને આણંદના રહેવાસી છે. પીડિતાના મિત્રની ગાડીની ચાવી પણ આ બંન્ને આરોપીઓ પાસેથી મળી આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા હાથ લાગતા વડોદરા દુષ્કર્મના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત એટીએસ સાથે વડોદરા ક્રાઈમ બ્રાંચ પણ દુષ્કર્મના આરોપીઓને ઝડપવા માટે આકાશ પાતળ એક કરી રહી હતી જે પછી આજે સ્કેચના આધારે બંન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરામાં નવલખી તળાવ પાસે આ બંન્ને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. જેથી આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી અને આરોપીઓના સ્કેચ તૈયાર કર્યા હતા. આમ છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યાં હતા ત્યારે આજે પોલીસને મોટી સફળતા હાથ લાગતા, હવે આરોપીઓ જેલનાં સળીયા પાછળ નાંખવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.

નરાધમોએ આ રીતે આપ્યો પાપલીલાને અંઝામ

સગીરા પર સામુહિક દુષ્કર્મના કેસને ઉકેલવા માટે ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. ગત ગુરુવારે શહેરના નવલખી મેદાનમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો બનાવ બન્યો હતો. સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી. તે દરમિયાન ઝાડીમાંથી બે યુવાનો તેની પાસે આવીને બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા હતા. જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

ઝાડીઓની વચ્ચેથી મળી હતી સગીરા

આ દરમિયાન નવલખી મેદાનમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનને કોઇ યુવતીની બૂમો સંભળાઇ હતી. પીસીઆર વાન ચાલકોએ સ્થાનિક લોકોની સાથે સગીરાની શોધખોળ કરી હતી. તે દરમિયાન સગીરા ઝાડીઓની વચ્ચેથી મળી આવી હતી. પોલીસ સગીરાને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જોકે આરોપીઓ ફરાર થયા હતા.

આ સંદર્ભે પોલીસે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તારીખ 28-11-19નાં રોજ સગીર વયની બાળકી જ્યારે ઉર્ષમાં ફરવા માટે ગઈ હતી ત્યારે નજીકમાં આવેલ નવલખી પાસે અજાણ્યા ઈસમોએ તેના મિત્રને માર મારી ભાગી ગયા હતા અને બાદમાં બાળકીને ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે ખૂબ મહેનતથી અને ત્રણે ટીમોના સંકલનથી દુષ્કર્મના આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.

પોલીસે જણાવ્યું હતું કે, દુષ્કર્મના આ બંન્ને આરોપીઓને હવે વધારે તપાસ માટે વડોદરા પોલીસને સોંપવામાં આવશે. પોલીસે પ્રેસમાં બંન્ને તોમતદારોના નામ આપી જણાવ્યું હતું કે, કિશન કાળુભાઈ માથાસુરિયા (28) જે મૂળ આણંદ જિલ્લાનો છે અને જશો નવરાજ સોલંકી (21) જે મૂળ રાજકોટના જસદણ તાલુકાનો છે. જે બંન્ને અગાઉ પણ ચોરી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા છે. જેથી આગામી સમયમાં બીજા ગુનાઓ પણ ડિટેક્ટ થઈ શકે છે. પોલીસે આરોપીઓની કામગીરીને લઈ જણાવ્યું હતું કે, આ લોકો નાના નાના કામ કરતાં હતા કોઈ જગ્યાએ પ્રસંગ ચાલતા હોય તો ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા. આ સિવાય છૂટક મજૂરી સાથે પણ સંકળાયેલા હતા. પોલીસે કહ્યું હતું કે, અમાવસના દિવસે આ બંન્ને આરોપીઓએ અંધારાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું.

READ ALSO

Related posts

ભાવનગરમાં કોરોનાથી વધુ એક મોત, ગુજરાતમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો

Karan

આ શહેરમાં કોરોનાનાં 5 પોઝીટીવ કેસ આવતા તંત્ર થયું દોડતુ, રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને 68 થઈ

Karan

દુનિયાભરમાં વકરતો Corona વાયરસ: 24 કલાકમાં 18000 નવા કેસ, મૃત્યુઆંક 10 હજારને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!