GSTV
Home » News » અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલની કરી ધરપકડ, 24મી જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવાનો આદેશ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલની કરી ધરપકડ, 24મી જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવાનો આદેશ

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચે વિરમગામની હાંસલપુર ચોકડીથી હાર્દિકની ધરપકડ કરી છે. રાજદ્રોહ કેસમાં વોરંટ નીકળતાં તેની ધરપકડ કરવામાં આવી છે. અવારનવાર કોર્ટનો આદેશ થવા છતાં તે હાજર રહેતો ન હતો. ત્યારે સેસન્સ કોર્ટે બીનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરતાં ક્રાઈમબ્રાંચે તેને વિરમગામ નજીથી ઝડપી લીધો હતો.કોંગ્રેસના નેતા હાર્દિકની ધરપકડ કરી જજના ઘરે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે જજ ગણાત્રાએ હાર્દિક પટેલને આગામી 24મી જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.

  • વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
  • કોર્ટે વારંવાર હાર્દિકને હાજર રહેવા સૂચના આપી હતી
  • હાર્દિકે કોર્ટની અરજ સામે આંખ આડા કાન કરતા કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યૂ કર્યું હતું

આગામી સુનાવણી 24મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે

આ ઉપરાંત કોર્ટે હાર્દિકની હાજર રહેવામાંથી મુક્તિ માટે અરજી કરી હતી તે પણ ફગાવી દીધી છે. આજે આ મામલે કોર્ટે સુનાવણી હાથ ધરી હતી જેમાં ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યાં હતા. ત્યારે આ મામલે આગામી સુનાવણી 24મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

નીખીલ સવાણી સહિતના કાર્યકરો ક્રાઈમ બ્રાંચ પહોંચ્યા

પાસ આગેવાન નીખીલ સવાણી સહિતના કાર્યકરો ક્રાઈમ બ્રાંચ પહોંચ્યા હતા. નિખીલ સવાણીએ સરકાર પર આક્ષેપ કર્યો તે સરકારે પોલીસને હાથો બનાવીને હાર્દિકની ધરપકડ કરાવી છે. હાર્દિક પટેલ વિરમગામે સામાજિક પ્રસંગે હાજરી આપી પરત ફરી રહ્યો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી.

READ ALSO

Related posts

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada

ગુજરાતના આ ખેડૂતોએ તંત્રને આપ્યું આઠ દિવસનું અલ્ટીમેટમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!