મંદિરમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવામાં મંદિરોમાં થતી ચોરીનો ભેદ ઉકેલ્યો છે..

આરોપી સુરેશ સોની અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં રહે છે, જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે રાવ અને જગદીશ કૂમાવત રાજસ્થાનના સિરોહી જિલ્લાનો છે. ત્રણે આરોપીઓ કાર લઇને ગુનાને અંજામ આપવા માટે જતા હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા. તેઓ પહેલા મંદિરની રેકી કરતા હતા. જે મંદિરમાં અને તેની આસપાસ સીસીટીવી ના હોય તેવા મંદિર ને ટાર્ગેટ કરી ચોરી કરતા હતા.
ત્રણે આરોપીઓ રાજસ્થાનનાં સમેરપુર વિસ્તારમાં મંદિરનાં પૂજારીની હત્યા કારી ભાગી ગયા હતા. રાજસ્થાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયા હોવાનું પણ સામે આવ્યું છે.
Read Also
- જ્વેલર્સે સાઉદી અરબ અને કતારના શાહી પરિવારોની અંગત માહિતી બચાવવા આપી 59 કરોડની ખંડણી
- દેશમાં ૨૨.૪૩ કરોડ લોકો કૂપોષણથી પીડિત તો ત્રણ કરોડ લોકો ઓબેસિટીનો શિકાર : સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ
- નવતર પહેલ / દેશમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટી આપશે દરિયામાં ખેતી કરવાની તાલીમ, જાણો કેટલા વર્ષનો છે આ કોર્ષ
- LPG price hike: ગેસ સિલિન્ડરના વધતા ભાવે લોકોને રડાવ્યા, ફરીથી ચૂલા પર રાંધવા મજબુર
- સુરત / નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ