GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

10 કિલો ચરસ લઈને બાલાકોટથી નીકળા, અમદાવાદ પોલીસને આ રીતે ભણક લાગી અને પકડી પાડ્યાં

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ કિલો ચરસના જથ્થા સાથે ત્રણ આરોપીઓની સરદાર બાગ પાસેથી ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ ચરસનો જથ્થો કશ્મીરના બાલાકોટ વિસ્તારમાંથી લવાયો હોવાની કબૂલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ગિરફતમાં ઉભેલા આ ત્રણ શખ્સો માંથી બે શખ્શો કાશ્મીરી છે. જયારે ત્રીજો આરોપી હર્ષ ઉર્ફે ચકો શાહ દરિયાપુર કડીયાનાકાનો રહેવાસી છે. હર્ષ જે છેલ્લા દોઢેક વર્ષથી ચરસની હેરાફેરીમાં સંડોવાયેલો હોવાની કેફિયત પોલીસ સમક્ષ કરી છે. આ ચરસનો જથ્થો લઇને કાશ્મીરી યુવક અજમેર સુધી કારમાં ત્યારબાદ ખાનગી બસમાં અમદાવાદ આવ્યા હતા. જે હર્ષ શાહ સાથે મળીને ચરસની ડીલ કરવાના હતા.

અમદાવાદથી પકડાયેલા ચરસના મોટા જથ્થાને પકડવાનું આ સમગ્ર ઓપરેશન અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોએ સાથે મળીને પાર પાડ્યું છે. જયારે શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા હાલ ત્રણેય આરોપીઓની સઘન પુછપરછ હાથ કરવામા આવી રહી છે.

READ ALSO

Related posts

પર્યુષણપર્વનો આવતીકાલથી પ્રારંભ, કોરોનાની મહામારીને લઈ તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ

Nilesh Jethva

ભારે વરસાદને પગલે પાવાગઢ ખાતે રમણીય દ્રશ્યો જોવા મળ્યા, પર્યટકોએ કુદરતના નજારાને કર્યો કેમેરામાં કેદ

Nilesh Jethva

રાજસ્થાન : અશોક ગહેલોતે જીતી લીધો વિશ્વાસ પ્રસ્તાવ, વિધાનસભા 21 ઓગસ્ટ સુધી સ્થગિત

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!