GSTV
Ahmedabad Trending ગુજરાત

માત્ર 5 રૂપિયામાં ભોજન : મારા હાથપગ ચાલશે ત્યાં સુધી જમાડીશ, સલામ છે આ અમદાવાદના દંપતિને

ભોજન

ઘણી જગ્યાઓએ આપણે સદાવ્રત અને રામરોટી ચાલતા જોઇએ છે. આપણા સમાજમાં એવો મોટો વર્ગ છે કે જેમને ખરેખર આની જરૂરીયાત છે. દિવસ આખો મજૂરી કામ કરીને પોતાનો તથા પરિવારનો પેટનો ખાડો પૂરવા માટે આ એક માત્ર તેમનો આધાર છે. ઘણાં લોકો આવી જગ્યાઓએ દાન પણ આપતાં હોય છે.

ભોજન

આપણે વિચારીએ છીએ કે દાન કરનાર માત્ર શ્રીમંત વર્ગ જ છે પરંતું આજે અમે તમને એક એવા પરીવારની મુલાકાત કરાવીશું કે જે પોતે મજૂરી કામ કરીને અન્ય ગરીબ વર્ગના લોકોને માત્ર 5 રૂપિયા જેટલી નજીવી કિંમતે જમાડે છે. તો આવો મળીએ પંકજભાઈ રાવળ અને તેમનાં પત્નિ ગીતાબેનને કે જેઓ માત્ર 5 રૂપિયામાં સરસ મજાનું જમવાનું પીરસે છે.

ભોજન

અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશનની સામે પાંચકુઆ વિસ્તાર આવેલો છે કે જ્યાં હોલસેલ કાપડનું બજાર છે. ગુજરાતભરમાંથી કાપડના વેપારીઓ ત્યા માલ વેચવા અને ખરીદવા માટે આવે છે. પંકજ ભાઈના પિતા પણ આજ બજારમાં મજૂરી કામ કરતાં હતાં. એક વર્ષ પહેલાં પંકજભાઈને વિચાર આવ્યો કે વધતી મોંઘવારીમાં ગરીબ વર્ગની પરિસ્થિતિ કફોડી બની છે. તેમણે જે પરિસ્થિતિનો સામનો કર્યો તે બીજા કોઈને ના કરવો પડે તે વિચારથી માત્ર 5 રૂપિયામાં ભોજન આપીને સદાવ્રત ચાલુ કરવાનો વિચાર કરે છે જેમાં તેમના પત્નિ પણ તેમનો સાથ આપે છે.

ભોજન

ઘણી વાર એવા વ્યક્તિઓ પણ આવે છે કે જેમની પાસે 5 રૂપિયા પણ નથી હોતા તેમને પણ તેઓ મફત જમવાનું આપે છે. ગીતાબેન અને પંકજભાઇ અઠવાડિયામાં અલગ અલગ જમવાનું બનાવે છે જેમાં ઘણીવાર મિષ્ઠાન પણ હોય છે. ન માત્ર ગરીબ વર્ગ પણ હવે તો ઘણો નોકરિયાત વર્ગ પણ તેમને ત્યા જમવા આવે છે અને પેટ ભરીને જમે છે..પંકજભાઈ કહે છે કે મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું આ સદાવ્રતનું કામ ચાલુ રાખીશ.

Read Also

Related posts

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો! મહીસાગર જિલ્લાના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું, પંજાને છોડી જોડાયા આપમાં

pratikshah

શિન્દેસેના અને ઉદ્ધવસેના વચ્ચે થશે દંગલ, જેમાં ચૂંટણીપંચ હશે નિર્ણાયક

Damini Patel

સ્કૂલના બાળકોએ બનાવી મસાલેદાર ભેળપૂરી, વીડિયો જોતા જ લોકો બોલ્યા “ભૂખ લાગી ગઇ યાર”

Damini Patel
GSTV