GSTV

વર્ષ 2020-21નું અમદાવાદ કોર્પોરેશનનું બજેટ રજૂ, ગત્ત વર્ષ કરતાં 777 કરોડનો કરવામાં આવ્યો વધારો

Last Updated on February 6, 2020 by Mayur

આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા કરવેરા વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ શહેરનું વર્ષ 2020-21નું બજેટ શાસક પક્ષે રજૂ કર્યું હતું. રૂપિયા 777 કરોડનો વધારો કરી રૂ. 9685 કરોડનું બજેટ શાસક પક્ષે મંજૂર કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન અમુલ ભટ્ટે સુધારા સાથે બજેટ રજૂ કર્યું. રૂપિયા 443 કરોડ વિકાસના કામ માટે ફાળવ્યા છે. શાસક પક્ષે બજેટમાં વાહન વેરો મંજૂર કર્યો છે. જ્યારે સ્ટેન્ડિગ કમિટીએ મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો રૂપિયા 228 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ફગાવ્યો છે. જો કે રૂ.16 કરોડનો વાહન વેરો યથાવત છે. મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં રૂ. 244 કરોડનો વધારો સુચવ્યો હતો તેને ફગાવી દેવાયો હતો અને કરવેરા વિનાનું બજેટ મંજૂર કર્યું છે.

અમદાવાદનું અંદાજપત્ર

  • રૂપિયા ૭૭૭ કરોડના વધારા સાથે ૯,૬૮૫ કરોડનું બજેટ રજૂ
  • ચાલુ વર્ષ કોર્પોરેશનની ચૂંટણી હોવાથી મિલકત વેરામાં રાહત
  • મિલકત વેરામાં વધારો દૂર કરાયો
  • મિલકત વેરામાં ૩૦૦થી ૪૦૦૦ સુધીનો વધારો હતો
  • વાહન વેરા દર યથાવત
  • મોઘી ગાડીઓ પર વેરામાં વધારો
  • ૧૫ લાખથી મોંઘા વાહનો પર ૩ ટકાનો વધારો
  • ટૂ વ્હીલરમાં કોઈ ફેરફાર નહીં
  • ઓટો રિક્ષામાં પ્રોત્સાહન દૂર કરાયું
  • ઈકેલટ્રીક ટૂ વ્હીલરના વેરામાં ૧૦૦ ટકા રાહત

અમદાવાદનું અંદાજપત્ર

  • કોર્પોરેટરનું બજેટ વધારી ૩૦ લાખ કરાયું
  • વિવિધ કમિટિ ચેરમેનનું બજેટ ૧૦ લાખને બદલે ૨૦ લાખ
  • ડેપ્યુટી ચેરમેનનું બજેટ ૫ લાખથી વધારીને ૧૦ લાખ
  • પૂર્વ વિસ્તારમાં નવો બીઆરટીએસ જનમાર્ગ
  • કોર્પોરેશન એફએમ રેડિયો સ્ટેશન શરૂ કરશે
  • ૫ જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરાશે
  • કાલુપુર રેલવે સ્ટેશન, વાળીનાથ ચોક (નારણપુરા), ખમાસા ચાર રસ્તા, નિકોલ, બાપુનગર ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરાશે
  • શહેરમાં મોડ્યુલર મિકેનિકલ કાર પાર્કિગ સિસ્ટમ
  • ભદ્ર ફોર્ટથી ત્રણ દરવાજા સુધીનો વિસ્તાર સિટી સ્કેવર તરીકે વિકસાવવામાં આવશે
  • ગુજરી બજારમાં રવિવાર સિવાયના દિવસોમાં અન્ય ટ્રેડિશનલ માર્કેટનું આયોજન
  • સોલાથી સરખેજ સુધીના વિસ્તારમાં ૧૦૦ બેડની હોસ્પિટલ
  • અમદાવાદ વર્લ્ડ હેરિટેજ કોન્ફરન્સનું આયોજન
  • મેયર ડેસબોર્ડની જાહેરાત

READ ALSO

Related posts

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!