GSTV
Gujarat Government Advertisement

Coronaનું હૉટ સ્પોટ બન્યું અમદાવાદ, સૌથી વધુ પોઝીટીવ કેસ ધરાવતા જિલ્લાઓમાં 9મા ક્રમે

corona

Last Updated on April 4, 2020 by Bansari

દેશભરમાં હડકંપ મચાવી રહેલા Corona વાયરસનું હોટસ્પોટ બની રહ્યું છે અમદાવાદ શહેર. Coronaના વાયરસના સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો તેમાં અમદાવાદ નવમા ક્રમે છે. આ યાદીમાં મુંબઇ, કારસગોડ અને પુના અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે છે. મુંબઇમાં અત્યાર સુધીમાં 198 પોઝીટીવ કેસ સામે આવ્યાં છે. ત્યારે કાસરગોડ અને પુનામાં અનુક્રમે 129 અને 63 કોરોના પોઝીટીવ કેસ છે.

અમદાવાદના આ 5 વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટાઇન

દેશભરમાં  Coronaએ હાહાકાર મચાવ્યો છે ત્યાં આ મહામારીનું હૉટસ્પોટ બની ગયેલુ અમદાવાદ  Coronaના ત્રીજા તબક્કામાં સપડાયું છે. અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા શહેરના 5 વિસ્તારોમાં ક્લસ્ટર કોરેન્ટાઇન કરવામાં આવ્યું છે. શહેરના શાહપુર, બાપુનગર, શાહઆલમ, દરિયાપુર અને જમાલપુરમાં ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડાઇ છે. આ 5 વિસ્તારોના આશરે 500 ઘરોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે જેમાં અંદાજે 22000 જેટલા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી છે.

corona

જણાવી દઇએ કે શહેરમાં  Coronaનો ચેપ લોકલ ટ્રાન્સમિશનમાં ફેલાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ છે. શહેરના આ 5 વિસ્તારોની એવી સોસાયટીઓને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવી છે જે પોઝીટીવ કેસના દર્દીના સંપર્કમાં આવી હોય. ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવેલી સોસાયટીના સભ્યો બહાર નહી નીકળી શકે તેમજ સોસાયટી બહારનો વ્યક્તિ અંદર નહી પ્રવેશી શકે. સોસાયટીના પ્રવેશ દ્વારને સિલ કરાયા છે. એન્ટ્રી પર પતરા લગાવીને પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ક્લસ્ટર કોરન્ટાઇન કરેલી સોસાયટીના રહીશો માટે જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુઓ મનપા દ્વારા પહોંચાડવામાં આવશે.

સોસાયટીના સભ્યોની અવર-જવર પર પ્રતિબંધ

અમદાવાદમાં  Coronaનો વ્યાપ વધતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવા નવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. હોમ-ક્વોરેન્ટાઇન, ત્યાર પછી મ્યુનિ.ના નક્કી કરેલા સ્પોર્ટ્સ ક્લબ સહિતના સેન્ટરોમાં ક્વોરેન્ટાઇન બાદ હવે સમગ્ર વિસ્તાર કે સોસાયટીઓને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવાની કવાયત મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાંથી પોઝિટીવ  Coronaના કેસો મળે છે તેની આસપાસના લોકોને આ રીતે ફરજિયાત ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે.

corona

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જમાલપુર, શાહઆલમ, કાળુપુર, બાપુનગર વગેરે વિસ્તારોમાં જે સોસાયટી કે પોળમાંથી વધુ પ્રમાણમાં કેસો આવી રહ્યા છે તેની આગળ પતરાં મારીને તેમજ આવ-જા એક જ એન્ટ્રી રાખીને ત્યાં એક કર્મચારીને બેસાડી દેવામાં આવે છે. આ સોસાયટીના પ્રવેશદ્વાર ઉપર લાલ રંગનું સ્ટીકર પણ મારવામાં આવી રહ્યું છે. સોસાયટીના સભ્યોની આવ-જા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ અંગે મ્યુનિ. દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

ઉપરાંત જે કુટુંબમાંથી  Coronaના દર્દી મળ્યા હોય તેના બાકીના કુટુંબીજનોને ડોક્ટર દિવસમાં ત્રણ વખત ફન કરીને સ્થિતિનો તાગ મેળવે છે. લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યા હોવાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. ગઈકાલે રંગીલા ચોકમાં એક જગ્યા આ રીતે બંધ કરવા ગયેલા કર્મચારીઓને ત્યાંના રહીશોએ સહકાર આપ્યો ન હતો અને આ માટે લેખિત સૂચના લઈ આવવાનું કહ્યું હતું. બાદમાં આજે તેઓ લેખિત ઓર્ડર સાથે ગયા એટલે તેમની કામગીરી કરવા દીધી હતી.

ક્વોરેન્ટાઇન કરાયેલાઓ પર નજર રાખવા એપ વિકસાવાઈ

વિદેશથી આવેલાઓ અને  Coronaના દર્દીઓના કુટુંબીજનોને ૧૪ દિવસ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવે છે. આ પૈકી કેટલાક ક્વોરેન્ટાઇનનો ભંગ કરીને બહાર નીકળી જાય છે, કેટલાક ઝડપાઈ જતાં પોલીસ ફરિયાદ પણ થઈ છે. હવે મ્યુ. અને પોલીસે એક મોબાઇલ એપ વિકસાવી છે જેમાં ક્વોરેન્ટાઇન થયેલી વ્યક્તિએ તેના લોકેશન સાથે ત્રણ વખત જુદા જુદા સમયે ફોટા અપલોડ કરવા પડશે. વ્યક્તિ એપ દ્વારા કોઈ જરૂર હશે તો પણ માગી શકશે. પણ જો તે બહાર નીકળશે તો ટ્રેસ થઈ જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!