GSTV

શહેરમાં વધુ 139 લોકો ઘાતક વાયરસની ઝપેટમાં, મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં કુલ 26849 દર્દીઓ નોંધાયા

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ઉલ્લેખનીય છે કે આ ઘાતક વાયરસની અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ હજુય જેમનો તેમ છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં નવા 139 કેસ નોંધાયા છે, જ્યારે સારવાર દરમ્યાન જુદી જુદી હોસ્પિટલોમાં ત્રણ દર્દીના કરૂણ મૃત્યુ થયા છે. બીજી તરફ સાજા થયેલા 190 લોકોને રજા અપાઇ છે.

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ હજુય જેમનો તેમ

આ સાથે મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં કુલ 26849 દર્દીઓ કોરોનાના નોંધાયા છે, જ્યારે 21911 લોકો સાજા થતાં ડિસ્ચાર્જ થયા છે. બીજી તરફ એકટિવ કેસો વધીને 3293 થઇ ગયા છે. માત્ર ઉત્તરપશ્ચિમ ઝોનના બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયાના પાંચ વિસ્તારોમાં જ સૌથી વધુ એકટિવ કેસો 600 છે. આ પોકેટની સ્થિતિ આ દ્રષ્ટિએ ચોક્કસ ચિંતાજનક ગણાય. સેટેલાઇટ પ્લાઝા બોડકદેવ, નિર્માણ કોમ્પલેક્ષ ચાંદલોડિયા, આઇસીબી ફ્લોરા ગોતા, ભવાનપુરા સોસા. ચાંદલોડિયા વગેરે સહીતના વિસ્તારોમાં વધુ કેસો હોવાનું જાણવા મળે છે.

મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં કુલ 26849 દર્દીઓ કોરોનાના નોંધાયા

દક્ષિણપશ્ચિમ ઝોનમાં વેજલપુર, ઘુમા, જોધપુરમાં વધુ લોકો સંક્રમિત થયા છે. ઝોનના 493 દર્દીઓ સારવાર હેઠળ છે. પશ્ચિમ ઝોનના પાલડી, વાસણા, નારણપુરા, નવરંગપુરા, રાણીપ, સાબરમતી, સ્ટેડિયમના 593 લોકો સારવાર હેઠળ છે. 3293 એકટિવ લોકો સારવાર હેઠળ છે. 3293 એકટિવ કેસોમાંથી પશ્ચિમના જ 1666 છે. ખાનગી હોસ્પિટલોમાં હાલ 862 દર્દીઓ છે, તેમાંથી 124 આઇસીયુમાં અને બીજા 83 વેન્ટીલેટર ઉપર છે. ઉપરાંત ત્રીજા ભાગના તો હોમ-આઇસોલેશનમાં જ સારવાર લઇ રહ્યાં છે. આ પ્રકારે ઘરે સારવાર લઇને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 7010થી વધુ છે.

3293 એકટિવ લોકો સારવાર હેઠળ

ઉપરાંત તંત્ર દુકાનો અને શોરૂમમાં ગાઇડલાઇન્સનું પાલન થતું નહીં હોવાનું શોધી કાઢે છે, પણ દિવા તળે અંધારા જેવી બાબત એ છે કે મ્યુનિ.ની મુખ્ય અને ઝોનલ કચેરીઓના સિક્યોરીટી ગાર્ડઝ તેમને ત્યાં પાર્ક થતી કારની ચાવીઓ એ રીતે પોતાની આંગળીઓમાં ભરાવી રાખે છે કે જો તે પોતે સંક્રમિત હોય તો બીજા કેટલાંયને ચેપ લગાડી શકે અને ચાવીઓ સાથે રાખે છે.

તેમાંથી કોઇ કારચાલકને કોરોના હોય તો તેય બીજા કેટલાયને ચેપ લગાડી શકે. પશ્ચિમ ઝોનની કચેરીએ સિક્યોરિટી ગાર્ડઝ પાસે ચાવી લેવા જનાર સામે તે હાથલાંબો કરે છે અને પોતાની ચાવી ઓળખી બતાવો તેમ કહે છે. આમ, તો સોશ્યલ ડિસ્ટંટ પણ જળવાતું નથી. આ રોજીંદી બાબત સોલીડવેસ્ટ ખાતાના  અધિકારીઓને  કેમ દેખાતી નથી ?

ખાડિયા જેઠાભાઈની પોળમાં એક જ પરિવારના ચાર લોકો પોઝિટિવ

શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલી નાની જેઠાભાઈની પોળમાં એક જ પરિવારના ચાર લોકો કોરોના પોઝિટિવ થતા પોળના 135 મકાનોને નિયંત્રિત વિસ્તારમાં મુકાયા છે. મ્યુનિ.દ્વારા મંગળવારે નવા 12 વિસ્તારમાં કેસ વધતા નિયંત્રિત વિસ્તાર જાહેર કર્યા છે.જેમાં જેઠાભાઈની પોળ ઉપરાંત ભગીરથ બંગલો, વટવા, ઈશ્વરનગર, મણીનગર, મમતાપાર્ક, મણીનગર, અંબેનગર,નારોલ, ભીલ સોસાયટી, અમરાઈવાડી,કુંભારની ચાલી, ગોમતીપુર, કૃષ્ણનગર સોસાયટી, ચાંદલોડિયા, ઉપેન્દ્ર પાર્ક,થલતેજ, ભગવાન ભવન સોસાયટી,આનંદનગર ઉપરાંત વાસુપુજય સોસાયટી, સાબરમતી અને ઋષભ ફલેટ,નવા વાડજના સંક્રમિત વિસ્તારનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં એક કલાકમાં અહીં વરસ્યો છે પોણા ચાર ઈંચ વરસાદ, દિનદહાડે થઈ ગયો હતો અંધારપટ

Bansari

કોરોનાની એમ્બ્યુલન્સ જોઈ પોઝિટીવ દર્દીએ એવું કર્યું કે પોલીસ દોડતી થઈ ગઈ, 25 જણાનો કરાયો હતો ટેસ્ટ

Bansari

રાજ્યસભામાં તોડફોડ વચ્ચે ખેડૂત બિલો પાસ, કોરોનાના કેર વચ્ચે સાંસદ સમરાંગણમાં ફેરવાઈ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!