GSTV

અમદાવાદ/ વધુ 11 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર, પરિસ્થિતિ વણસતા AMC તંત્ર ફુલ એક્શનમાં

અમદાવાદ શહેરમાં શનિવારે વધુ 11 સ્થળને કોરોના કેસની સંખ્યાના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.કુલ માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળની સંખ્યા 111 ઉપર પહોંચી છે.બોડકદેવ અને રાણીપ વોર્ડમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે જીવલેણ કોરોના વાયરસનો કહેર વધતા તંત્ર પણ ફુલ એક્શન મોડમાં આવ્યુું છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં જીવલેણ વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસોમાં વધારો થયો છે.

24 કલાકમાં જીવલેણ વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસોમાં વધારો થયો

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે અગાઉ જાહેર કરવામાં આવેલાં માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી પાંચ  સ્થળમાંથી નિયંત્રણ દુર કર્યા હતા.નવા સમાવાયેલા સ્થળમાં પશ્ચિમ ઝોનના ત્રણ,ઉત્તર-પશ્ચિમ ઝોનના ત્રણ,દક્ષિણ ઝોનના બે,ઉત્તર,પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના એક-એક સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત ભયજનક વધારો થવા માંડયો છે. સારી ગણાતી હૉસ્પિટલોના બેડ ફૂલ થવા માંડયા છે. અમુકમાં તો વેઇટિંગ ચાલે છે. નવા નોંધાતા દર્દીઓનો આંકડો એપ્રિલ- મેની જેમ 350ને પાર કરી ગયો છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારની યાદી અનુસાર નવા 354 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન પાંચ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. નવા દર્દીઓ અને મૃત્યુઆંકમાં મોટો વધારો નોંધાવા માંડયો છે.

નવા દર્દીઓ અને મૃત્યુઆંકમાં મોટો વધારો નોંધાવા માંડયો

સ્થળમકાન
કુમુદ એપાર્ટમેન્ટ,મણિનગર24
રતનદીપ સોસાયટી,ધોડાસર15
લક્ષ્મીવિલા-2,નરોડા17
સાજન એપાર્ટમેન્ટ,જોધપુર8
સિધ્ધાર્થ સોસાયટી,રાણીપ5
મનમંદિર સોસાયટી,રાણીપ7
પ્રેરણા ટાવર,બોડકદેવ32
દીપ ટાવર,બોડકદેવ60
પુષ્પરાજ રેસી.ચાંદલોડિયા32
સુવર્ણ એપાર્ટમેન્ટ,રાણીપ7

READ ALSO

Related posts

દિવંગત સંગીતકાર વાજિદની પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પરિવાર વિશે કહી આ મોટી વાત

Ankita Trada

રાજ્યસભાની ખાલી બેઠકો પર યોજાશે ચૂંટણી, શું અહમદ પટેલના નિધનથી સત્તાધારી પક્ષને થશે ફાયદો: સૂત્ર!

pratik shah

સરકાર વાતચીત કરવા માગે તો તેની શરત ન હોવી જાેઈએ, જગતનો તાત અત્યંત આક્રમક મૂડમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!