GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

પશ્ચિમના વિસ્તારોમાં કેસો વધવાની ગતિ યથાવત, છેલ્લા 24 કલાકમાં નવા 166 કેસો નોંધાયા

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોનાવાયરસનો કહેર વધ્યો છે, ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના તમામ ઝોનમાં કોરોનાના કેસોમાં સતત વધઘટ થતી રહે છે. આગળના દિવસે દક્ષિણ ઝોનના હોટસ્પોટમાં માત્ર 7 જ કેસો નોંધાયા હતા, ત્યાં ગઇકાલે ફરી 20ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દરમ્યાનમાં છેલ્લા 24 કલાકમાં વધુ 166 લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ થયા છે, જ્યારે 4 દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે. બીજી તરફ કોરોનાને મ્હાત આપીને સાજા થયેલાં 123 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 166 લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ

ઉલ્લેખનીય છે કે આ દરમ્યનમાં જીલ્લાના વિસ્તારો સાથે અત્યાર સુધીના કુલ દર્દીઓનો આંકડો 22815ને આંબી ગયો છે. જ્યારે કુલ મૃત્યુ 3614 નોંધાયા છે. બીજી તરફ નવા દર્દીઓ જે નોંધાઇ રહ્યાં છે, તેમાં પશ્ચિમના વિસ્તારો સતત 15 દિવસથી ખૂબ જ આગળ રહે છે.

પશ્ચિમના વિસ્તારો સતત 15 દિવસથી ખૂબ જ આગળ

ગઇકાલે સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં પાલડી, નવરંગપુરા, નારણપુરા, નવા વાડજ વગેરે વિસ્તારોમાં 39 કેસ વધુ નોંધાયા હતા. જ્યારે નવા પશ્ચિમ ઝોનના સેટેલાઇટ, બોડકદેવ, થલતેજ, વેજલપુર, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતા, મક્તમપુરા વગેરે વિસ્તારોમાં 47ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પશ્ચિમના બધાં વિસ્તારોમાં થઇને 86 નવા દર્દી બહાર આવ્યા છે. તેમજ પૂર્વના અન્ય વિસ્તારોમાં ઉત્તર ઝોનમાં 16, મધ્ય ઝોનમાં માત્ર 6, પૂર્વ ઝોનમાં 25 નવા કેસ મ્યુનિ. ચોપડે નોંધાયા છે.

કુલ દર્દીઓનો આંકડો 22815ને આંબી ગયો

ઉપરાંત અમદાવાદમાં જ્યારે કોરાનોનો પ્રકોપ પરાકાષ્ટાએ હતો ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં કેસો ખૂબ જ નહિવત હતા. હવે જ્યારે અમદાવાદમાં કેસો અને મૃત્યુની સંખ્યા ઘટી રહી છે, લોકોએ થોડી હળવાશ અનુભવવા માંડી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને સૌરાષ્ટ્રના શહેરોમાં કોરોનાએ ભરડો લેવાનું ચાલુ કર્યું છે. અમદાવાદ કરતાં પણ સુરતમાં વધુ દર્દી અને મૃત્યુ નોંધાવા માંડયા છે. રાજ્યના તમામ શહેરોમાં હાલ અવર-જવર ચાલુ હોવાથી સંક્રમણ વધી પણ શકે છે.

કયા ઝોનમાં કેટલાં દર્દી, કેટલાં મૃત્યુ ?

ઝોનનવા કેસકુલ દર્દીવધુ મૃત્યુકુલ મૃત્યુએકટિવ કેસ
મધ્ય ઝોન640921363246
પશ્ચિમ ઝોન3935780181580
ઉત્તરપશ્ચિમ 291539149476
દક્ષિણપશ્ચિમ 181548081451
ઉત્તરઝોન1638141287455
પૂર્વઝોન2533131247483
દક્ષિણઝોન2039281265447
કુલ15321812514733138

સુરત તરફની એસટી બંધ કરાઇ છે, પરંતુ લોકોની આવ-જા માટે બીજા ઘણા રસ્તા છે. આ સંજોગોમાં અમદાવાદના નગરજનોએ વધુ સાવચેતી રાખવાની, માસ્ક પહેરવાની, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું, ગમે ત્યાં થુંકવાનું નહીં વગેરે બાબતોનું ધ્યાન રાખવું પડશે. કેમકે કોરોના એવો વાયરસ છે, જેના દર્દીઓ આજે ઘટયા હોય તો કાલે ફરી વધી પણ શકે છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં દીકરીની છેડતીનો વિરોધ કરનાર પિતાની કરાઈ કરપીણ હત્યા, સમગ્ર પરિવારને પણ માર્યો ઢોરમાર

pratik shah

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

Karan
Do NOT follow this link or you will be banned from the site!