GSTV

અમદાવાદ/ કર્ફ્યુની જાહેરાત બાદ એસટીની અવર-જવર બંધ, પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ રહેશે બંધ

Last Updated on November 20, 2020 by pratik shah

દિવાળીના તહેવાર બાદ જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં વધારો થતા પરિસ્થિતિ અત્યંત ભયજનક રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી ST બસની સેવા બંધ રહેશે. નોંધનીય છે કે 57 કલાકના કરફ્યુ દરમિયાન અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. આજે રાતથી એસટી સેવા અમદાવાદથી સંપૂર્ણ બંધ રહેશે.

અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે

ઉલ્લેખનીય છે કે અન્ય જિલ્લાઓથી એસટી સેવા અમદાવાદ નહિ આવે. જો કે રેલવે દ્વારા તમામ ટ્રેનો ટાઇમટેબલ અનુસાર દોડાવશે. ટ્રેનના આવન-જાવનમાં કોઈ ફેરફાર નથી કરાયો. પરંતુ મુસાફરો સ્ટેશને પહોંચ્યા બાદ ઘરે પહોંચવાની મુશ્કેલીમાં મુકાશે. વિમાની સેવા પણ તેના નિયત સમયપત્રક મુજબ આવન-જાવન કરશે.

વિમાની સેવા પણ તેના નિયત સમયપત્રક મુજબ આવન-જાવન કરશે

અમદાવાદમાં ફરી અઢી મહિના પછી કરફયૂ લદાશે…આજે રાત્રે 9 વાગ્યાથી જનતા કરફયૂની અમલવારી કરાશે. .અમદાવાદમાં કોરોનાની સતત વકરી રહેલી સ્થિતીને જોતા આગામી સૂચના ન મળે ત્યાં સુધી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી જનતા કરફયૂ લાગૂ રહેશે. જો કે આ નિર્ણય હાલમાં માત્ર અમદાવાદ શહેર પૂરતો જ લાગૂ કરાયો છે.

અમદાવાદ શહેર પૂરતો જ લાગૂ કરાયો

જેમાં લોકોને કામ વિના બહાર ન નીકળવાની સૂચના અપાય છેતો અમદાવાદમાં વકરતી કોરોનાની વિકટ સ્થિતીને લઇને તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલ્સમાં 2237 અને ખાનગી હોસ્પિટલમાં 400 બેડ એમ કુલ 2637 બેડ ખાલી હોવાની સ્પષ્ટતા કરાઇ છે…આ સાથે હાલમાં અમદાવાદમાં વધારાની 20 જેટલી 108 એમ્બ્યૂલન્સ વધારાઇ છે.

READ ALSO

Related posts

રોડ શો / CM ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ દુબઈ પ્રવાસે, ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા કરશે આહ્વાન

Dhruv Brahmbhatt

ન્યાયતંત્રની જય હો/ ગુજરાતમાં ઐતિહાસિક ચુકાદો, અઢી વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં 22 દિવસમાં ચુકાદો, આરોપીને ફાંસીની સજા

Pravin Makwana

નડિયાદના અમીત પટેલની અમેરિકામાં ધોળા દિવસે લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા, બેંકમાં પૈસા ભરવા ગયા હતા ત્યારે જ હત્યારાએ ફાયર કર્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!