GSTV

રાજ્યમાં બેકાબૂ કોરોના સામે તાબડતોબ વધારાઈ રહ્યા છે બેડ, કાગળ પર દેખાડાય તેવી નથી સ્થિતિ છતાં લોકો બની રહ્યા બેફામ

ગુજરાતમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થઈ ગયો છે. કોરોનાને કારણે લોકો ટપોટપ મરી રહ્યાં છે. અમદાવાદમાં સ્થિતિ એટલી ભયંકર બની રહી છે કે પ્રથમ વેવમાં જે બેડ હતા તેમાં પણ વધારો કરી દીધો છે. જો રાજ્યમાં પહેલા જેવી સ્થિતિ હોત તો તેને પહોંચી વળાય તેટલી સગવડ રાજ્ય સરકારે પહેલેથી જ ઊભી કરી દીધી હતી. તો હાલમાં તાબડતોબ જે પ્રકારે નવા બેડોની વ્યવસ્થા માટે સરકારની દોડધામ બતાવી રહી છે. સરકારને અંદાજો છે કે કોરોના હજુ બેફામ થઈ શકે છે. સ્થિતિ ચિંતાજનક હદ વટાવવાની શરૂ કરી ચૂકી છે. સરકાર ભલે આંકડા છૂપાવતી હોય પરંતુ હાલ જે રીતે નવા બેડોની તૈયારીઓમાં જોતરાઈ ગઈ છે. સતત મોનિટરિંગ થઈ રહ્યું છે તે જોતાં અમદાવાદમાં સ્થિતિ બેકાબૂની બોર્ડરે પહોંચી ગઈ હોય તેવું લાગે છે.

બેડથી લઇને તબિબો અમદાવાદમાં લાવવા સુધીની તૈયારીઓ કરી

હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય તેમ રોજ કોરોનાથી બચવા માટે બેડથી લઇને તબિબો અમદાવાદમાં લાવવા સુધીની તૈયારીઓ કરી રહી છે પણ કાગળ પર ચિત્ર સાફ દેખાડી રહી છે એને કારણે પ્રજા બેખોફ બનીને બજારમાં કોઈ જાતના ડર વિના ફરી રહી છે. 2 દિવસના કરફ્યું બાદ પણ લોકોમાં જોઇએ એવી ગંભીરતા જોવા મળી નથી. ટોળે વળવા ટેવાયેલા લોકોને કોરોનાની ગંભીરતા દેખાતી નથી પરંતુ જેના સગા સંબંધી કોરોનામાં ઓફ થયા છે તેમને પૂછો કે સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે કેટલું વેઈટિંગ કરવું પડે છે.

એક્ટિવ કેસની સંખ્યા 14 હજારને પાર

રાજ્યમાં આજે વધુ 1510 નવા પોઝીટીવ સાથે કુલ આંક 200409 થયો છે. તો એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 14 હજારને પાર થઈ છે. રાજ્યમાં અત્યારે 14044 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 1,82,473 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. રાજ્યમાં આજે વધુ 84625 ટેસ્ટિંગ સાથે કુલ ટેસ્ટિંગનો આંક પણ 73,89,330 થયો છે.  રાજ્યમાં અત્યાર સુધી 3892 લોકોના મોત થયા છે. તો 94 લોકોની સ્થિતિ વધુ ગંભીર છે.

સ્મશાનગૃહો 24 કલાક ચાલુ છતાં લાગે છે લાંબી લાઈનો

 સરકારી ચોપડે કોરોનાથી રોજ 13-14 મૃત્યુ દેખાડાય છે, જ્યારે સ્મશાનોમાં અંતિમવિધિ માટે આવતા કોરોના પોઝીટીવ મૃતદેહોનો અલગ આંકડો જોવા મળે છે. સ્વજનના મૃતદેહને સ્મશાને લઈ જવા માટે પણ ચાર-ચાર કલાકનું વેઈટિંગ, શબવાહિનીઓ ખૂટી પડતાં એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. એલિસબ્રિજ ખાતે આવેલા વી.એસ. સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે રોજની 15 જેટલી ડેડબોડી આવતી હોવાનું જાણવા મળ્યું છે. શબવાહિની માટે પણ લગભગ ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ ચાલતું હોવાના અહેવાલ છે. શહેરમાં સતત પાંચમા દિવસે 300થી વધુ નવા કેસ, 12 લોકોનાં મોત સાથે મૃત્યુઆંક 1993 પર પહોંચી ગયો છે. અમદાવાદનાં સ્મશાનોમાં મૃતદેહોના ઢગલા, વાડજ મોક્ષધામ 24 કલાક ચાલુ, દર બે કલાકે ત્રણ ડેડબોડી આવતાં રાત્રે પણ અંતિમવિધિ ચાલુ રહે છે.

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
17 નવેમ્બર112571,116
18 નવેમ્બર1,28181,274
19 નવેમ્બર134071113
20 નવેમ્બર142071040
21 નવેમ્બર151591271
22 નવેમ્બર1495131167
23 નવેમ્બર1,487171,234
24 નવેમ્બર1510161,286

લોકડાઉનની અટકળોને રાજ્ય સરકારનો સ્પષ્ટ રદિયો, પરંતુ કોરોનાની સ્થિતિ સુધારવા કડક પગલાંની તૈયારી

ગુજરાતનાં ચાર મહાનગરમાં હાલ રાત્રિ કરફ્યૂ અમલી બનાવ્યો છે. પરંતુ રાજ્યના આ ચાર શહેરોમાં સ્થિતિ જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં આગામી દિવસોમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા વિચારી રહી છે. કોરોના સંક્રમણ વધશે તો ચારેય મહાનગરમાં શનિવાર અને રવિવારના દિવસે, એટલે કે વિકએન્ડમાં દિવસનો કરફ્યૂ અમલી બનાવી શકે છે. પાનના ગલ્લા, ચાની કીટલી, નાસ્તા અને પાણીપૂરીની લારી તેમજ સ્ટ્રીટ ફૂડનાં આઉટલેટ્સ પર પણ સદંતર પ્રતિબંધ મુકાઈ શકે છે. રાજ્ય સરકાર પ્રતિબંધો કડક બનાવતી જાય છે.

 અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થવા શા માટે આંટાફેરા મારવા પડે છે

રાજ્યમાં કોરોનાથી સ્થિતિ સલામત હોવાનું સતત રટણ કરતી રૂપાણી સરકાર કહે છે કે 55 હજારમાંથી 45 હજાર બેડ ખાલી છે તો કોરોના દર્દીઓને અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થવા શા માટે આંટાફેરા મારવા પડે છે.  શા માટે નજીકના જિલ્લાઓમાં દર્દીઓને ટ્રાન્સફર કરવા પડે છે. નવ નિર્મિત થઈ રહેલી 821 બેડની કિડની હોસ્પિટલમાં કોરોના માટે 500 બેડ શરૂ કરવામાં આવશે.  

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ ભલે કમલમ ફ્રૂટ કર્યું પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં નહીં ચાલે આ નામ

Pravin Makwana

ખેડૂતો-સરકાર વચ્ચેની 11મી બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ કહ્યું- હવે આના કરતા વધુ સારું ના કરી શકીએ…

Ali Asgar Devjani

આકાશ તો ઠીક હવે ભોંયતળીયે પણ જીવ બચી જશે/ બોરવેલમાં પડેલા બાળકોનો નહીં જાય જીવ, ગુજરાતના આ યુવાને બનાવ્યો છે રોબોટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!