GSTV
Gujarat Government Advertisement

શહેરીજનો સાવધ રહો/ અમદાવાદમાં 1 સપ્તાહમાં 26 હજાર લોકો થયા કોરોનાથી સંક્રમિત, રોજિંદા કેસ બમણમાંથી પણ વધારે થયા

Last Updated on April 21, 2021 by Harshad Patel

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. સરકાર જે ડબલિંગ કેસના દિવસો વધારે હોવાનો આનંદ લેતી હતી એ ડબલિંગ કેસ ફક્ત સાપ્તાહિક ડબલિંગ થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ સતત બગડી રહી છે. કોરોના મહામારીના છેલ્લા અઠવાડિયામાં 26 હજારથી વધારે કેસ આવ્યા છે. રોજીંદા કેસમાં પણ ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4631 કેસ આવ્યા છે.અગાઉના અઠવાડિયે 2251 જેટલા કેસ આવ્યા હતા. એના અગાઉના સપ્તાહમાં અમદાવાદમાં એટલે કે 6 એપ્રિલે 798 કેસ હતા.

એક અઠવાડિયામાં 197 લોકો કોરોના સામે જિંદગી હારી ગયા

અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં 25935 લોકો કોરનાથી સંક્રમિત થયા છે. આ સાથે કોરોનાથી મૃત્યુ દરમાં પણ વધારો થયો છે.  છેલ્લા એક અઠવાડિયામાં 197 લોકો કોરોના સામે જિંદગી હારી ગયા છે. કોરોનાના કહેરમાં લોકોએ સાવધ રહેવું પડશે. હોસ્પિટલોમાં બેડો ફૂલ થવા આવ્યા છે. સરકાર સતત નવા બેડોની સંખ્યામાં વધારો કરી રહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨,૨૦૬ નવા કેસ નોંધાયા

રાજ્યમાં પણ કોરોનાથી સ્થિતિ સારી નથી. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨,૨૦૬ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં ૨૫-અમદાવાદમાં ૨૩ સહિત કુલ ૧૨૧ના મૃત્યુ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક હવે ૭૬,૫૦૦ છે જ્યારે ૩૫૩ દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાના કુલ કેસનો આંક હવે ૪,૨૮,૧૭૮ છે જ્યારે કુલ મરણાંક ૫,૬૧૫ છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે ૫૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે જ્યારે બેથી વધુ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવે છે. બરાબર એક સપ્તાહ અગાઉ ૧૪ માર્ચના રાજ્યમાં ૭૪૧૦ કેસ નોંધાયા હતા. આમ, એક સપ્તાહમાં દૈનિક કેસમાં ૬૫%નો વધારો થયો છે. દેશમાં કોરોનાને કારણે એક જ દિવસમાં 2 હજાર લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી મોત થનારાની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana

અમરેલી: કડવા પાટીદાર સમાજે ગામમાં બનાવ્યુ 50 બેડનું કોવિડ કેર સેન્ટર, વિના મૂલ્યે અપાશે તમામને સારવાર

Pravin Makwana

આજે નર્સિંગ ડે : કોરોના મહામારીમાં હોસ્પિટલના વોર્ડને બીજુ ઘર બનાવ્યું, હાથમાં ફ્રેક્ચર સાથે વેક્સિનેશન ડ્રાઈવમાં નોકરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!