GSTV

અમદાવાદના આ વિસ્તારમાં કોરોના વકર્યો, 50 સોસાયટીઓનો 10 દિવસનું સ્વંયૂભુ લોકડાઉનનો નિર્ણય, 6નાં થયાં મોત

અમદાવાદમાં કોરોનાના પ્રકોપમાં વધઘટ થતી રહે છે, વાયરસ થોડો ઢીલો પડયો છે, પણ સંપૂર્ણ વિદાયનો એક પણ અણસાર આપી રહ્યો નથી. સામેથી શિયાળાના પ્રારંભે કોરોના વધુ વકરવાની અને બીજો રાઉન્ડ આવવાની ભીતિ વૈજ્ઞાાનિકો અને ડોકટરો વ્યક્ત કરી રહ્યાં છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં નવા 162 કેસ નોંધાયા છે. જ્યારે સરકારી યાદી અનુસાર બે દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે. બીજી તરફ સાજા થઇ ગયેલાં 99 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

કોરોના

50 સોસાયટીઓનો 10 દિવસનું સ્વંયૂભુ લોકડાઉનનો નિર્ણય

અમદાવાદના આ વિસ્તારમાં કોરોના વકર્યો

ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યા 43700ના આંકડાને આંબી ગઇ છે. જ્યારે સારવાર દરમ્યાન 1840 દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ થયેલાં 33683 લોકોએ તેમની પૂર્વવત જીંદગી શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી પોસ્ટર લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાઇ છે.

આ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાઇ


નોંધપાત્ર છે કે એક જ અઠવાડિયામાં આ વિસ્તારમાં કોરોનાથી 6 લોકોના કરૂણ મોત નિપજતા સ્થાનિકો દ્વારા આ સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, આ લોકડાઉન અંતર્ગત આજે વહેલી સવારથી જ દુકાનો બંધ જોવા મળી છે.
સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં આજથી આગામી 10 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!