GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

અમદાવાદમાં છેલ્લા સપ્તાહમાં કોરોના સંક્રમણમાં થયો ઘટાડો, 1500 જેટલા આવ્યા નવા કેસ

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 600થી વધારે કેસ આવ્યા છે. રાજ્યમાં સૌથી વધુ સંક્રમિત અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા પરંતુ રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના મહામારીના આંક સતત નીચા આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી કોરોના સંક્રમણના આંક 600થી વધારે આવ્યા તો અમદાવાદમાં છેલ્લા અઠવાડિયાથી કોરોના સંક્રમણના આંક 250થી નીચે આવી ગયા છે. અમદાવાદમાં છેલ્લા સપ્તાહમાં 1565 જેટલા નવા કેસ આવ્યા છે. જ્યારે એના અગાઉના સપ્તાહમાં 2184 નવા કેસ આવ્યા હતા. અર્થાત અમદાવાદમાં છેલ્લા 7 દિવસથી મહામારીનો આંક સતત નીચો આવ્યો છે. અમદાવાદમાં કોરોનાથી થતા મોતની સંખ્યા પણ ઘટી છે. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થનારાની સંખ્યા 20716 ને પાર થઈ ગઈ છે. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાથી 1437 લોકોના મોત પણ થયા છે. અમદાવાદમાં કોરોના મહામારીના આંક ધીમે ધીમે નીચા આવ્યા છે.

છેલ્લા 7 દિવસમાં અમદાવાદમાં નોંધાયેલા કેસ

તારીખ નવા પોઝીટીવમોત
23 જૂન23515
24 જૂન21515
25 જૂન23812
26 જૂન2198
27 જૂન21112
28 જૂન21113
29 જૂન2369

24 કલાકમાં નવા 626 પોઝીટીવ સાથે 32 હજારને પાર

રાજ્યમાં કોરોનાના સંક્રમણનો વધારો થવા સામે ડિસ્ચાર્જ સંખ્યા ઘટવાને લીધે રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 7 હજાર નજીક પહોંચી ગયો છે. રાજ્યમાં એક સમયે ડિસ્ચાર્જ આંક 4600 નજીક પહોંચી ગયા પછી સતત નવા કેસો વધતાં આજે એક્ટિવ કેસની સંખ્યા 7 હજાર નજીક પહોંચી છે. રાજ્યમાં કોરોના મહામારીનો અત્યાર સુધીનો સૌથી હાઈરેકોર્ડ બન્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી નવા કેસ છેલ્લા 3 દિવસમાં દરરોજ નવા રેકોર્ડ બનાવે છે. આજે પણ સૌથી વધુ 626 નવા પોઝીટીવ સાથે રાજ્યમાં કુલ સંક્રમણનો આંક 32 હજારને પાર થયો છે. રાજ્યમાં છેલ્લા 18 દિવસમાં જ નવા 10 હજાર કેસ નોંધાયા છે. એ પણ હકિકત છે. રાજ્યમાં છેલ્લા 20 દિવસથી કોરોના સંક્રમણનો આંક 500થી વધુ આવતો હતો. જ્યારે છેલ્લા 3 દિવસમાં કોરોના સંક્રમણનો આંક 600થી વધુ આવી રહ્યો છે.

3 દિવસમાં જ નવા 1865 પોઝીટીવ કેસ આવ્યા

છેલ્લા 3 દિવસમાં જ નવા 1865 પોઝીટીવ કેસ આવ્યા છે. રાજ્યમાં સારી બાબત એ છે કે કોરોના સંક્રમણને લીધે મોતની સંખ્યામાં ખૂબ જ મોટો ઘટાડો થયો છે. છેલ્લા 3 દિવસમાં 56 લોકોના કોરોનાથી મોત સાથે અત્યાર સુધી 1828 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોના સંક્રમણ 20716 લોકો પોઝીટીવ થઈ ચૂક્યા છે. આજે વધુ 236 નવા કેસ આવ્યા છે. જ્યારે રાજ્યમાં વધુ નવા પોઝીટીવ કેસ સુરતમાં નોંધાયા છે. સુરતમાં આજે રેકોર્ડબ્રેક 206 નવા પોઝીટીવ આવ્યા છે. વડોદરામાં 47 નવા પોઝીટીવ આવ્યા છે. તો પાટણમાં આજે 20 જેટલા નવા પોઝીટીવ આવ્યા છે. રાજકોટ આણંદ સહિતના વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણનો આંક 11 આવ્યો છે. મહેસાણા, અમરેલીમાં પણ 10 નવા કેસો સામે આવ્યા છે.

READ ALSO

Related posts

સુરત: જૈનાચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા

Bansari

આંધ્રપ્રદેશનાં વિઝાગ ખાતે આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ધમાકાના પ્રચંડ અવાજો દુર દુર સુધી સંભળાયા

pratik shah

હાસ્ય કલાકાર અગ્રિમાને બળાત્કારની ધમકી આપનારો વડોદરાથી પકડાયો, ઇન્સ્ટા પર VIDEO કર્યો હતો વાયરલ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!