GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ: એએમસીની સૂચના બાદ શરૂ થયા કોરોના ટેસ્ટ, સુપરસ્પ્રેડર્સ કરાવી રહ્યા છે ટેસ્ટિંગ

નજીક આવતા દિવાળીના તહેવારો અને સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસનોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુપરસ્પ્રેડર્સની કેટેગરીમાં આવતા લોકો, વેપારીઓ અને કર્મચારીઓએ ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવવો તેવી જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Government Advertisement
સુપરસ્પ્રેડર્સ

એએમસીની જાહેરાત બાદ કોરોના ટેસ્ટિંગ

અમદાવાદમાં દિવાળીના તહેવારને લઈ શહેરના જુદાજુદા વિસ્તારોમાં કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં ફરી એકવાર કોરોના વાઈરસના કેસોને એકાએક થઈ રહ્યો છે વધારો. જેથી સુપરસ્પ્રેડરની કેટેગરીમાં આવતા લોકો કાપડ, મીઠાઈ ઝવેરી જેવી દુકાનોમાં કામ કરતા વેપારીઓ અને કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તાર એવા જોધપુર અર્બન સેન્ટરમાં વેપારીઓના ટેસ્ટ કરવાની સૂચના આપતા ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો છે.

સુપરસ્પ્રેડર્સ માટે એએમસીની નવી સૂચના

આજથી અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા કોરોના મેગા ચેકીંગ હાથ ધરવામાં આવશે. દરેક ડેરી, કરિયાણા, મીઠાઈ, ફરસાણની દુકાન તથા શાકભાજી દુકાન અને લારીઓવાળાએ કોરોના ટેસ્ટ નહીં કર્યો હોય તેવા વ્યક્તિઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ હાથ પર કોરોના ચેકીંગનું સિમ્બોલ મારવામાં આવશે. જે વેપારીના હાથ પર સિમ્બોલ નહીં હોય તેની સામે દંડ સહિત કાયદાકીય કાર્યવાહી થશે.

અર્બન હેલ્થ સેન્ટર પર કરાઈ ખાસ વ્યવસ્થા

વેપારીઓએ નજીકના અર્બન હેલ્થ સેન્ટર પરથી કોરોના ટેસ્ટ કરાવવા અને કોર્પોરેશન દ્વારા જે નીતિઓ જાહેર કરી છે તેનો અમલ કરવા અપીલ કરવામાં આવી છે. દિવાળીના તહેવાર આ રહ્યા છે ત્યારે કરિયણા, મિઠાઈ, ફરસાણ, શાકભાજી જેવી દુકાનોમાં લોકોની ભારે ભીડ રહે અને વેપારીઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

કોરોના વાયરસથી રાજ્યની દયનીય સ્થિતિ / સિદ્ધપુરના મુક્તિધામ સ્મશાનમાં અંતિમવિધિ માટે મૃતદેહોની લાંબી કતાર

Dhruv Brahmbhatt

વાયરસનો કહેર / ભાજપના વધુ એક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં, ટ્વિટ કરીને આપી જાણકારી

Dhruv Brahmbhatt

વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

Dhruv Brahmbhatt
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!