GSTV
ટોપ સ્ટોરી

ઘોર નિંદ્રામાં સુતેલું તંત્ર જાગ્યું, અમદાવાદમાં કેસો વધતા ફરી કોરોના ટેસ્ટિંગ ડોમ અને વેક્સિનેશન સર્ટિફિકેટ ચેકિંગ શરૂ

corona testing dome

અમદાવાદ સહિત રાજ્યમાં દિવાળી બાદ ધીમી ગતિએ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. અમદાવાદમાં બુધવારે કોરોના વાઈરસના નવા 16 કેસ સામે આવ્યા હતાં. જેથી AMC તંત્રએ ફરીથી કોરોના ટેસ્ટિંગ માટે ડોમ શરૂ કરી દીધા છે. અમદાવાદના ગીતા મંદિર રેલવે સ્ટેશન તેમજ કાંકરિયા સહિતના સ્થળે ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવશે.

શહેરના 163 બસ સ્ટોપ પર 390 સ્ટાફ દ્વારા સર્ટિફિફેટ ચેક કરવાની કાર્યવાહી કરાશે

ફરી કોરોનાનો પ્રકોપ શરૂ થતા AMC તંત્રએ ફરજિયાત SOP નો અમલ કરાવવા બીઆરટીએસ અને એએમટીએસના દરેક સ્ટોપ ઉપર કોરોના સર્ટિફિકેટ ચેકિંગ ફરજિયાત કર્યું છે. મુસાફરો બસ સ્ટેન્ડ પર પહોંચે ત્યારે સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપી સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરાશે. અમદાવાદના 163 બસ સ્ટોપ પર 390 સ્ટાફ દ્વારા સર્ટિફિફેટ ચેક કરવાની કાર્યવાહી કરાશે. કોરોના ટેસ્ટિંગ, રસીકરણ માટે અને બહારથી આવતા લોકોનો ટ્રેક કરી શકાય તે માટે ચેક પોસ્ટ ઊભી કરાશે.

ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન લોકો અને તંત્રની બેદરકારીના કારણે ચાર મહિના બાદ પહેલી વાર એક દિવસમાં કોરોનાના ૪૨ કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ ૧૬ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લાં કેટલાંક દિવસોથી નવાં નોંધાતા કેસોની સામે ડિસ્ચાર્જ પામતા દર્દીઓનું પ્રમાણ ઘટી રહ્યું હોવાથી એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ધીમો પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગઇ કાલના નવાં કેસો બાદ કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૨૧૫ પર પહોંચી છે.

Ahmedabad Corona

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ચિંતાનજક, ગઇ કાલે શહેરમાં નોંધાયા નવા 16 કેસ

ગઇ કાલે અમદાવાદમાં ૧૬, સુરતમાં પાંચ, વલસાડમાં પાંચ, વડોદરામાં ચાર, જૂનાગઢમાં બે, મોરબીમાં બે, રાજકોટમાં બે, આણંદમાં એક, ભરૃચમાં એક, ગીર-સોમનાથમાં એક, જામનગરમાં એક, કચ્છમાં એક અને તાપીમાં એક કોવિડ કેસ નોંધાયો છે. આ સિવાયના ૨૦ જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. નવાં ૪૨ કેસ સામે આજે ૩૬ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ડિસ્ચાર્જનો કુલ આંક ૮,૧૬,૫૨૧ થયો છે.

એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ધીમો વધારો નોંધાઇ રહ્યો છે

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં દિવસથી નવાં નોંધાતા કેસોની સામે ડિસ્ચાર્જનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેથી એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ધીમો વધારો નોંધાઇ રહ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૨૧૫ છે, જે પૈકી વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા આઠ અને સ્ટેબલ દર્દીઓની સંખ્યા ૨૦૭ છે. આજે રાજ્યમાં રસીના કુલ ૪,૦૯,૭૨૭ ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાંથી સૌથી વધુ ૨,૭૬,૨૭૯ ડોઝ ૧૮થઈ ૪૫ વર્ષના લોકોને રસીના બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિએ ગુજરાતનો રિકવરી રેટ ૯૮.૭૫ ટકા છે.

READ ALSO :

Related posts

પશુપાલકો આનંદો/ રાજકોટ ડેરીએ સતત પાંચમી વખત કિલો ફેટના ભાવ વધાર્યા, પ્રતિ લિટર રૂ।. 50થી 62 રૂપિયા કર્યા

pratikshah

કોમર્સમાં કકળાટ યથાવતઃ કોલેજ દીઠ ખાલી બેઠકો જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ હેરાન, ત્રણ રાઉન્ડ બાદ પણ ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી 

pratikshah

મોટા સમાચાર/ ડીઝલના રેટને કાબુમાં રાખવા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, જાણશો તો ખુશ થઇ જશો

Bansari Gohel
GSTV