GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

અમદાવાદમાં મહામારી ઘટી, છેલ્લા 62 દિવસ બાદ 200થી ઓછા નોંધાયા નવા કેસ

અમદાવાદમાં કોરોના મહામારીના આંક છેલ્લા 10 દિવસથી ધીમે ધીમે ઘટી રહ્યા છે. અમદાવાદમાં જે સ્થિતિ હતી તેમાં આજે 62 દિવસ પછીથી કોરોના મહામારીનો આંક 200થી નીચે આવ્યો છે. અમદાવાદમાં 28 એપ્રિલે 164 નવા પોઝીટીવ આવ્યા હતા. તે પછી કોરોનાએ રફતાર પકડી લીધી હતી. જેમાં 200થી નીચે કોરોના સંક્રમણનો આંક આવ્યો નથી. મે મહિનામાં શરૂઆતમાં 200થી વધુ અને અંતમાં 300થી વધુ કેસ આવતા હતા. અમદાવાદમાં સૌથી વધુ 5 મેના 349 નવા કેસ આવ્યા હતા. અમદાવાદમાં 23 જૂન પછી સતત કોરોનાના કેસ ઘટ્યા છે. જેમાં જૂનના અંતમાં કોરોના મહામારીનો આંક 200ની નીચે આવ્યો છે. રાજ્યનું સૌથી વધુ હોટસ્પોટ ગણાતા અમદાવાદથી સુરતમાં વધારે નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં આજે 62 દિવસ બાદ 197 નવા પોઝીટીવ આવ્યા છે. અમદાવાદમાં કોરોના મહામારીનો આંક 21 હજાર નજીક પહોંચી ગયો છે. અમદાવાદમાં અત્યાર સુધી 20913 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તો 1446 લોકોના મોત પણ થયા છે.

ગુજરાતમાં જૂનમાં નવા 15850 પોઝીટીવ કેસ સાથે ડબલ થયો આંક

રાજ્યમાં કોરોના મહામારીના આંક સતત ઊંચા આવી રહ્યા છે. રાજ્યમાં જૂન મહિનામાંજ નવા 16 હજાર જેટલા કેસ આવ્યા છે. જૂન મહિનાની શરૂઆત અગાઉ રાજ્યમાં કોરોના મહામારીનો આંક 16794 થયો હતો. જે આજે વધીને 32643 પર પહોંચી ગયો છે. રાજ્યમાં જૂન મહિનામાં રાજ્યનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. રાજ્યમાં એપ્રિલ મહિના સુધી કોરોના સંક્રમણ કાબુમાં હતું. રાજ્યમાં એપ્રિલ મહિના સુધી આખા રાજ્યમાં પૂરા 4,500 કેસ પણ નહોતા. આજે સુરતમાં પણ એનાથી વધારે કેસ થઈ ગયા છે. મે મહિનામાં નવા 12,400 પોઝીટીવ કેસ આવ્યા હતા. આજે જૂન મહિનામાં 15850 વધુ પોઝીટીવ કેસ ઉમેરાયા છે. જૂન મહિનામાં જ રાજ્યમાં 800 લોકોના મોત થયા એ હકિકત પણ છે. રાજ્યમાં દિવસે દિવસે કોરોના વકરી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંક 21 હજાર નજીક પહોંચી ગયો છે. જ્યારે સુરતમાં પણ કોરોના સંક્રમણનો આંક 5 હજાર નજીક છે. વડોદરામાં કોરોના મહામારીનો આંક 2,200ને પાર થયો છે. ગાંધીનગરમાં પણ કોરોના મહામારીને લીધે 638થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. મહેસાણા રાજકોટ ભાવનગરમાં 250થી વધારે પોઝીટીવ કેસ આવ્યા છે.

રાજ્યમાં સતત ચોથા દિવસે 600થી વધુ નવા પોઝીટીવ

રાજ્યમાં કોરોના સંક્રમણનો આંક સતત ચોથા દિવસે નવા પોઝીટીવ 600થી વધારે આવ્યા છે. રાજ્યમાં કોરોના મહામારીના છેલ્લા 24 કલાકમાં વધુ નવા 620 કેસ આવ્યા છે. જેમાં અમદાવાદમાં 197 નવા પોઝીટીવ છે તો સુરતમાં 199 નવા પોઝીટીવ આવ્યા છે. રાજ્યમાં હવે કોરોનાના નવા કેસમાં વધારો અમદાવાદમાં નહીં પરંતુ સુરતના લીધે રાજ્યમાં નવા કોરોના કેસનો આંક ઊંચો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ સંક્રમિત વિસ્તાર અમદાવાદના બદલે સુરતમાં સૌથી વધારે નવા પોઝીટીવ આવ્યા છે. રાજ્યમાં કોરોના મહામારીનો આંક 32643 પર પહોંચ્યો છે. જ્યારે આજે રાજ્યમાં વધુ 20 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 1848 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અમદાવાદમાં કોરોનાથી 1446 લોકોના મોત નીપજ્યા છે.

READ ALSO

Related posts

તોડબાજ મહિલા PSI શ્વેતા જાડેજા સસ્પેન્ડ, આંગડીયા મારફતે મોકલાયેલા રૂપિયાના પુરાવા મળ્યા

Bansari

સાણંદમાં કોરોનાનો ફૂંફાડો: એક જ દિવસમાં 12 કેસ આવતાં લોકોમાં ફફડાટ

Bansari

પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા મુખ્ય પ્રધાન રૂપાણી, કરી મહાદેવની પુજા-અર્ચન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!