GSTV

અમદાવાદમાં કોરોના પોઝીટીવ આવ્યો તો દર્દીઓને પહોંચાડાશે નડિયાદ, ખેડા : અમદાવાદમાં સારવાર પણ નહીં મળે

અમદાવાદ શહેરમાં કોરોના કેસના દર્દીની સંખ્યામાં ધરખમ વધારો થતાં શહેરના દર્દીઓને ખેડા,નડિયાદ સહીતના શહેરોમાં સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે.જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે.ઉપરાંત 108ને આપવામાં આવેલી સત્તા પરત લઈ સરકાર દર્દીને દાખલ કરવા પારદર્શી નિતી અમલમાં મુકે એ માટે મ્યુનિ.વિપક્ષ નેતા દ્વારા માંગણી કરાઈ છે.

વિરોધ પક્ષોએ હોસ્પિટલોમાં બેડની વિગતો સહિત સારવાર ઓનલાઈન મુકવા માગ

મ્યુનિ.વિપક્ષ નેતા કમળાબહેન ચાવડાએ અમદાવાદ શહેરમાં વી.એસ.હોસ્પિટલ ઉપરાંત સમરસ કોવિડ કેર સેન્ટર સહીતના સારવાર કેન્દ્રો ઉપલબ્ધ હોવા છતાં શહેરના દર્દીઓને ગાંધીનગર,ખેડા,નડિયાદ અને કરમસદ સહીતના સ્થળોએ સારવાર માટે મોકલવાનો વિરોધ કરતા મ્યુનિ.ની કઈ હોસ્પિટલમાં કેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે,કેટલા બેડ ખાલી છે એની તમામ વિગત ઓનલાઈન મુકવા માંગણી કરી છે.

અમદાવાદના લોકોને થઈ રહેલો અન્યાય ચલાવી ન શકાય

તેમણે 108 સેવાને સેન્ટ્રલાઈઝ કરવાના નામે  આપવામાં આવેલી સત્તાથી અમદાવાદના લોકોને થઈ રહેલો અન્યાય ચલાવી ન શકાય.જેથી આ નિર્ણય પરત લઈ પારદર્શી વ્યવસ્થા ગોઠવવા માંગણી કરી છે. દરમિયાન ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશનના મહામંત્રી ડો.અમિત નાયકે,કોવિડ દર્દીઓને સારવાર આપવા રાજયમાં આવેલી 45 આયુર્વેદ અને હોમિયોપેથિક હોસ્પિટલના ચાર હજાર બેડ ઉપયોગમાં લેવા રજુઆત કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કામના સમાચાર/ 1લી ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમ, જાણો તમારી જિંદગી પર શું પડશે અસર

Ankita Trada

24 હજાર અમદાવાદીઓ ઘરમાં કેદ, દર્દીની માવજતના મામલે તંત્ર ઊણું ઊતર્યું: તંત્ર વિરુદ્ધ રોજેરોજ ફરિયાદોનો ઢગલો

pratik shah

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!