GSTV

કોરોના પોઝિટીવ દર્દીઓ અમદાવાદમાં સારવારની કરી રહ્યાં છે ઈનકાર

Last Updated on April 9, 2020 by Pravin Makwana

ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સૌથી વધારે કેસો અમદાવાદમાં બહાર આવ્યા છે. અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ ટ્વીટ મારફતે જણાવ્યું છે કે, અમદાવાદમાં જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેવા કેટલાક લોકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે ઇન્કાર કરી રહ્યા છે. અમદાવાદમાં કોટ વિસ્તારમાં સેમ્પલ ટેસ્ટિંગમાં પણ લોકો આનાકાની કરી રહ્યાં છે. હાલમાં સરવેમાં ઘણી જગ્યાએ તંત્રને સહકાર મળ્યો નથી. નહેરાએ સ્પષ્ટ આદેશ કર્યો છે કે, આવા લોકો સામે બળ વાપરવાનો અમે આદેશ આપ્યો છે. સરકારે આ મામલે કડકાઈ દાખવવી જરૂરી બની છે.

અમદાવાદમાં થઈ રહ્યું માસ સેમ્પલીંગ ટેસ્ટ

અમદાવાદ હાલમાં હોટસ્પોટ શહેર છે. જ્યાં કેસો વધુ વધે તેવી પૂરી સંભાવના છે. હાલમાં માસ સેમ્પલિંગ અને ટેસ્ટિંગ થઈ રહ્યું છે, ત્યારે આ કોરોના પોઝિટીવ સારવાર માટે ના પાડી રહ્યાં છે. અમદાવાદમાં આજે એક જ રાતમાં 50 કેસો નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. સૌથી વધુ કેસ મુસ્લિમ કમ્યુનિટી ધરાવતા વિસ્તારોમાં જોવા મળ્યા છે. જો કે કમિશનર વિજય નહેરની આ ટ્વીટ ઘણી ગંભીર સ્થિતિને દર્શાવે છે.

એક જ દિવસમાં 50 દર્દી

અમદાવાદમાં Coronaના કેર વધતો જઈ રહ્યો છે, અને આજે એક દિવસમાં 50 પોઝીટીવ કેસ નોંધાતા સમગ્ર શહેરમાં ફફડાટ જોવા મળ્યો ત્યારે અમદાવાદ મહાપાલિકાએ જે વિસ્તારમાંથી Coronaના પોઝીટીવ કેસ નોંધાયા તે વિસ્તાર, Coronaના દર્દીના નામ સહિતની યાદી જાહેર કરી છે. જેમાં 50માંથી 40 દર્દીઓ તો એવા છે જેમનામાં Coronaના લક્ષણો દેખાયા પણ ન હતા. પરંતુ કોટ વિસ્તારના બફર ઝોનમાં આરોગ્ય વિભાગની ચકાસણીમાં તેમને પોઝીટીવ આવ્યો હોય.

અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી

બુધવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો પરંતુ છેલ્લા 24 કલાકમાં વિસ્ફોટ થયો હોય તેમ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કરીને રેકોર્ડબ્રેક કોરોના પોઝીટીવ કેસ એક જ દિવસમાં 50નો આંક પાર કરી ગયાનું જણાવ્યું હતું. નોધાયેલા કેસો દાણીલિમડા, આસ્ટોડિયા અનેઘોડાસર વિસ્તાર આવ્યો છે. અમદાવાદમાં રોજબરોજ કોરોના પોઝીટીવનો આંક સતત વધી રહ્યો છે. આજે સવારેઆરોગ્યસચિવ જયંતિ રવીએ પ્રેસ કરીને જણાવ્યું કે ગુજરાતમાં નવા 55 કેસ આવ્યા છે જેમાં ફક્ત 50 કેસ તો અમદાવાદના છે. અમદાવાદમાં આટલા બધા કેસ એક જ દિવસમાં આવતા આજુબાજુમાં ફફટાડ પણ ફેલાયો છે.

READ ALSO

Related posts

ગુજરાત માટે ગૌરવની વાત: આઝાદી બાદ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય હોકી મેચ અમદાવાદમાં યોજાઇ હતી, મેજર ધ્યાનચંદને ટિકિટ માટે લાઇનમાં ઉભવું પડયું હતું !

Pravin Makwana

મહામારીમાં ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ધરખમ ફી વધારાની માંગ કરી, 10થી 54 ટકાનો માંગ્યો વધારો! વાલીઓ રહેજો તૈયાર

pratik shah

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!