GSTV

કોરોના: અમદાવાદમાં જરૂરીયાત મંદ લોકોને ભોજન પુરૂ પાડતા સંચાલકનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Corona

Last Updated on April 6, 2020 by Pravin Makwana

અમદાવાદના મણિનગરમાં આવેલ જૈન ભોજનશાળાના સંચાલક વિજય લોઢાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સંસ્થા દરરોજ જરૂરીયાત મંદ લોકોને જમવાનું પુરુ પાડતી હતી, પણ સંઘના સંચાલક અને કાર્યકર્તા વિજય લોઢાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સેવા ધર્મ પ્રવૃત્તિ સંઘ દ્રારા બંધ કરવામાં આવી છે. તો સાથે જ સંચાલકના ફેમિલીને ક્વોરનટીન કરવામાં આવ્યુ છે.

ગુજરાતના આ વિસ્તારોમાં સ્થિતી ચિંતાજનક

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયેલા જમાતીઓના કારણે રાજ્યમાં પણ કોરોનાનો વ્યાપ વધ્યો છે ત્યારે અમદવાદ 6 , વડોદરાના બે, ભાવનગર, સુરતનો એક વિસ્તાર સરકારે કલસ્ટર ક્વોરન્ટીન કર્યો છે. જેથી કોરોનાને પ્રસરતો અટકાવી શકાય. અમદાવાદમાં બાપુનગર , કાલુપુર, દરિયાપુર, દાણીલીમડા અને શાહઆલમ સહિતના છ વિસ્તારો કલસ્ટર ક્વોરન્ટીન કર્યો છે. આ ઉપરાંત વડોદરાના નાગરવાડા અને સૈયદવાડા તેમજ સુરતના સચિન વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટીન કરાયા છે જ્યારે ભાવનગરના સદિયાવાડ વિસ્તારને પણ ક્વોરન્ટીન કરવામા આવ્યો છે.

કોરોનાનો વધતો કહેર

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે કુલ 144 કેસ પોઝીટીવ છે, જ્યારે 2 લોકો વેન્ટીલેટર પર છે 11 નાં મોત થયા છે હોમ ક્વોરોન્ટાઈન માંથી (corona) 418 જેટલા સામે ફરિયાદ દાખલ કરી છે જે લેબોરેટરી પરિક્ષણ 144 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2531 કેસો નેગેટીવ આવ્યા છે. રાજ્યમાં પોઝિટીવ કેસોમાં (corona) સતત ચિતા જનક રીતે વધારો જોવા મળ્યો છે.

READ ALSO

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!