GSTV

દિલ્હીથી ટીમ અમદાવાદ દોડી આવી પણ શહેરના મેયર, ધારાસભ્યો કે કોર્પોરેટરો ક્યાંય દેખાતા નથી

અમદાવાદમાં કોરોના બેકાબુ બન્યો છે જેને લઈને શુક્રવાર રાત્રીથી કર્ફ્યૂ લગાવવાની ફરજ પડી છે. તો બીજી તરફ હાલ કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્રની ટીમે શહેરમાં ધામા નાખ્યા છે. હાલમાં કેન્દ્રની ટીમ એસવીપી અને સિવિલ ખાતે પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતા અમદાવાદના જન પ્રતિનિધિઓ ક્યાંય લોકોની વચ્ચે દેખાતા નથી. ચૂંટણી સમયે મત માગવા માટે હાથ જોડતા નેતાઓ હાલ કોરોના મહામારીમાં ક્યાય દેખાતા નથી.

હાલમાં અમદાવાદના પ્રતિનિધિઓની વાત કરીએ તો મેયર ઉપરાંત શહેરના 48 વોર્ડના 192 કોર્પોરેટર અને 17 ધારાસભ્ય તથા બે સાંસદો ક્યાંય પણ જોવા મળતા નથી. નોંધનિય છે તે થોડા દિવસો પહેલા જ પેટાચૂંટણી પુરી થઈ છે. જેના પ્રચારમાં રાત દિવસ દોડધામ કરતા નેતાઓ હાલમા ઘરમાં પુરાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના 17 ધારાસભ્યમાંથી ભાજપના 14 અને કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય, ભાજપના બે સાંસદો જેમા બે તો મંત્રી છે, જેમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહેસૂલમંત્રી કૌશિક પટેલનો સમાવેશ થાય છે. પરંતુ એક પણ જનપ્રતિનીધિ હાલમાં પ્રજાનું દુખ શાંભળવા તૈયાર નથી.

અમદાવાદના ધારાસભ્યો અને સાંસદોની યાદી

ધારાસભ્યનું નામબેઠકપક્ષ
ભૂપેન્દ્ર પટેલઘાટલોડિયાભાજપ
પ્રદીપસિંહ જાડેજાવટવા
રાકેશ શાહએલિસબ્રિજ
કિશોર ચૌહાણવેજલપુર
કૌશિક પટેલનારણપુરા
જગદીશ પંચાલનિકોલ
બલરામ થાવાણીનરોડા
વલ્લભ કાકડિયાઠક્કરબાપા નગર
જગદીશ પટેલઅમરાઈ વાડી
ગ્યાસુદ્દીન શેખદરિયાપુર
સુરેશ પટેલમણિનગર
અરવિંદ પટેલસાબરમતી
પ્રદીપ પરમારઅસારવા
બાબુ જમના પટેલદસ્ક્રોઈ
ઈમરાન ખેડાવાલાજમાલપુર-ખાડિયાકોંગ્રેસ
શૈલેશ પરમારદાણીલીમડા
હિંમતસિંહ પટેલબાપુનગર
સાંસદનું નામબેઠક
હસમુખ પટેલઅમદાવાદ(પૂર્વ)
ડો.કિરીટ સોલંકીઅમદાવાદ(પશ્ચિમ)

એસવીપીની મુલાકાત બાદ કેન્દ્રની આરોગ્યની ટીમ રિવરફ્રન્ટ હાઉસ પહોંચી. જ્યાં કોર્પોરેશના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ.. કેન્દ્રની ટીએમ આશરે ચાર કલાક સુધી એસવીપીની મુલાકાત કરી.. ટીમે પીપીઈ કીટ પહેરી એસવીપીમાં દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારે રિવરફ્રન્ટ હાઉસમાં અધિકારીઓ સાથે શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!