GSTV
Ahmedabad Trending ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભયંકર સ્થિતિ/ એક વર્ષ પછી કોરોનાએ પીક પકડી, જાન્યુઆરીમાં હાઈએસ્ટ 152 હાલ 4207 લોકો દૈનિક પોઝીટીવ

દેશમાં કોરોના મહામારી વકરી રહી છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણથી સંક્રમિત શહેરોમાં અમદાવાદ પ્રથમ છે. અમદાવાદમાંહાલ કોરોના હોટસ્પોટ બની ગયું છે. એપ્રિલ મહિનામાં સ્થિતિ સાવ વણસી છે. છેલ્લા 5 દિવસથી તો 3 હજાર ઉપર આંકડો અમદાવાદમાં આવી રહ્યો છે.  21 માર્ચ 2020ના અમદાવાદમાં પ્રથમ કેસ નોંધાયો તે પછી 23 માર્ચ 2021ના કોરોનાએ જબરદસ્ત પીક પકડી છે. તે પાછું વળીને જોતો નથી. એક વર્ષ પછી કોરોનાએ તેનું ખતરનાક સ્વરૃપ બતાવ્યું છે. 23 માર્ચે રોજિંદા 500 કેસ આવ્યા તે પછી આજે અમદાવાદમાં આંકડો 4 હજારને પાર કરી ગયો છે.

કોરોના

અમદાવાદમાં મહિના મુજબ હાઈએસ્ટ પિક

મહિનો
21 માર્ચ
હાઈએસ્ટ કેસ
6
30 એપ્રિલ249
5 મે349
13 જૂન344
1 જુલાઈ208
22 ઓગસ્ટ157
28 સપ્ટેમ્બર180
6 ઓક્ટોબર175
21 નવેમ્બર354
3 ડિસેમ્બર314
1 જાન્યુઆરી152
28 ફેબ્રુઆરી107
31 માર્ચ611
19એપ્રિલ4207

અમદાવાદમાં અમદાવાદમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ 21 માર્ચે નોંધાયો હતો. જે પછીથી કોરોની પહેલી પીક આવી તેમાં પણ અમદાવાદ જ હોટસ્પોટ બન્યું હતું. આજે 13 મહિના પછી અમદાવાદમાં કોરોનાના 1 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. ગત વર્ષે મે જૂનમાં કોરોના પીક પર હતો ત્યારે પણ માંડ 300થી 350 જેટલા કેસ આવતા હતા. આજે સ્થિતિ કંઈક જુદીજ છે. 23 માર્ચ પછીથી અમદાવાદમાં સ્થિતિ વણસી ગઈ છે. દિવાળી પછીની લહેરમાં પણ  આવી સ્થિતિ નહોતી આવી. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછીથી રાજ્યમાં કોરોનાએ તેનીસ્થિતિ બતાવી દીધી છે.

એપ્રિલમાં 4 હજારનો આંક પણ પાર કરી દીધો

આખા રાજ્યમાં પણ એટલા કેસ નહોતા આવતા એટલા કેસ અત્યારે અમદાવામાં આવી રહ્યા છે. એપ્રિલમાં 4 હજારનો આંક પણ પાર કરી દીધો છે. લોકો સાવધ રહે એ જ જરૂરી છે. સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કિંગ સાથે હાથ ધોવાનું ખાસ રાખજો. હોસ્પિટલો ફૂલ છે. ઓક્સિજન મળતાં નથી. લોકોએ જ હવે પોતાની જાતને સાચવવાની છે. સરકારના ભરોશે બેસશો તો ક્યાંક જિંદગીથી હાથ ધોવાનો વારો આવી જશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી

Zainul Ansari

BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો

Hardik Hingu

BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે

Hardik Hingu
GSTV