અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લઇને આવતી એમ્બ્યુલન્સનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. સિવિલમાં છેલ્લાં 24 કલાકમાં અધધધ 381 એમ્બ્યુલન્સો આવી. જે અંતર્ગત 108 એમ્બ્યુલન્સની સંખ્યા 237 છે જ્યારે કે ખાનગી એમ્બ્યુલન્સની સંખ્યા 144 છે. ખાનગી હોસ્પિટલ અને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓ ન લેતા સિવિલમાં દર્દીઓને ભારે ધસારો થઇ રહ્યો છે.

એકિટવ કેસની સંખ્યામાં વધારો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં રોકેટ ગતિથી કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે.શુક્રવારે શહેરમાં નવા ૨૮૪૨ કેસ નોંધાયા છે.ઉપરાંત ૨૫ લોકોનાં મોત થયા છે. શહેરમાં બે દિવસની અંદર કોરોનાના કુલ ૫૪૭૩ કેસ નોંધાવાની સાથે કુલ ૫૨ લોકોના મોત થતાં શહેરમાં કોરોના સંક્રમણની ભયાવહ પરિસ્થિતિ જોવા મળી રહી છે.સૌથી મહત્વની બાબત શહેરમાં સતત વધી રહેલા એકિટવ કેસની સંખ્યા છે.શુક્રવારે એકિટવ કેસની સંખ્યા ૧૨૭૫૧ ઉપર પહોંચી ગઈ છે.જે પ્રમાણે શહેરમાં સંક્રમણની સ્થિતિ ખરાબ થઈ રહી છે એને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી મોટા ભાગના સ્ટાફને કોવિડ સંબંધી કામગીરી સોંપવાની ફરજ પડી છે.અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સપાટી હવે ૯૦૬૦૫ ઉપર પહોંચી છે.

ગત માર્ચથી અત્યાર સુધીમાં 90,605 કેસ
અમદાવાદ શહેરમાં કોરોના રોજેરોજ નવી સપાટીઓ સર કરી રહ્યો છે.શુક્રવારે શહેરમાં નવા ૨૮૪૨ કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ ગત વર્ષથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૯૦૬૦૫ કેસ નોંધાઈ ગયા છે,શુક્રવારે ૪૯૧ દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૭૩૦૨૩ લોકો કોરોના મુકત થયા છે.શુક્રવારે વધુ ૨૫ લોકોનાં મોત થતાં શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૦૫ લોકોનાં મરણ થવા પામ્યા છે.

તંત્રના અમદાવાદમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળના દાવા પોકળ પુરવાર થયાં
કોરોના સંક્રમણને લઈ જે નોંધપાત્ર બાબત છે એ કોરોનાના નવા કેસની સાથે ઝડપથી વધતી જતી એકિટવ કેસની સંખ્યા છે.૧૫ એપ્રિલના રોજ અમદાવાદ શહેરમાં એકિટવ કેસની સંખ્યા ૧૦૬૫૭ હતી.આ સંખ્યા વધીને ૧૬ એપ્રિલના રોજ ૧૨૭૫૧ ઉપર પહોંચી ગઈ છે.એક સમય સુધી અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે એવા દાવા હવે પોકળ પુરવાર થઈ રહ્યાં છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ હોસ્પિટલોમાં બેડ વધારવા ઉપરાંત મોટા ભાગના સ્ટાફને કોવિડ કામગીરી સોંપવાની ફરજ પડી છે.શહેરમાં ગુરૂવારે ૨૬૩૧ કેસ નોંધાયા હતા ઉપરાંત ૨૭ લોકોના મોત થયા હતાં.શુક્રવારે નવા ૨૮૪૨ કેસ નોંધાયા છે.૨૫ લોકોના મોત થયા છે.આમ બે દિવસમાં શહેરમાં કુલ ૫૪૭૩ કેસ નોંધાવા ઉપરાંત બાવન લોકોના મોત થયા છે.

મેયર સહિતના હોદ્દેદારો સન્માન કાર્યક્રમોમાં જ વ્યસ્ત
અમદાવાદ શહેરમાં ભાજપ સત્તા પક્ષમાં છે.વડાપ્રધાને જેમ બને એમ વધુ લોકોને કોરોના વિરોધી રસી આપી શકાય એ માટે ઝુંબેશ ઉપાડી લેવા આવાહન કર્યુ છે. આમ છતાં જોવા મળ્યું છે કે, ચોથી વખત સત્તા મળ્યા પછી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારોએ ભાજપના કોર્પોરેટરોને લઈ વોર્ડ-વિસ્તારમાં જઈ લોકોને રસી લેવા સમજાવવા જોઈએ પણ એમ થતું નથી. હજુ મેયર સહિતના હોદ્દેદારો સન્માન કાર્યક્રમોમાં જ વ્યસ્ત હોવાનું ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટરોની પણ આ હાલત છે. જેને કારણે અમદાવાદ શહેરમાં જે પ્રમાણે લોકો કોરોના વિરોધી રસી લેવા આગળ આવવા જોઈએ એ આવતા નથી.શુક્રવારે શહેરમાં માત્ર ૧૪૧૪૨ લોકોએ રસી લીધી હતી.જેમાં ૮૧૯૦ પુરૂષ અને ૫૯૫૨ મહિલાનો સમાવેશ થતો હતો.
READ ALSO :
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન