GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

લોકડાઉનમાં લોકો લાચાર: કરિયાણાની દુકાનોમાં તેલ, ગોળ-ખાંડ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખૂટી પડી

લોકડાઉન

લોકડાઉનના (Lock Down) પાંચમાં દિવસે આજે રવિવારે અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના કેટલાક ગામડાઓમાં કરિયાણાની દુકાનોમાં તેલ, ગોળ, ખાંડ સહિતની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખૂટી પડી હતી. જેને લઇને કરિયાણું લેવા આવેલા લોકોએ વિલા મોઢે પરત ફરવાની નોબત આવી હતી. આગળથી માલ આવી રહ્યો ન હોવાનું જણાવીને દુકાનદારો તેમની મજબૂરી ઠાલવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા સ્ટોકમાં પડી રહેલા કપાસિયા તેલના ૧૫ કિલોના ડબા પર મૂળ કિંમત કરતા ૪૦૦ રૂપિયા વધારીને ભાવ દુકાનદારો બોલી રહ્યા છે.

જિલ્લામાં દસક્રોઇ તાલુકા સહિતના મોટાભાગના ગામડાઓમાં તેમજ અમદાવાદ શહેરને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં કરિયાણાની દુકાનોમાં ચીજવસ્તુઓ ખૂટી પડી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ અંગે દુકાનદારોના જણાવ્યા મુજબ લોકડાઉનના કારણે તેઓ બજારમાં જઇ શકતા નથી. આવશ્યક ચીજવસ્તુઓ લાવવા – લઇ જવા માટે કલેક્ટર દ્વારા પાસ અપાઇ રહ્યા છે. તે કઢાવાવામાં દુકાનદારો પડયા છે. બીજી તરફ સ્થાનિક સ્તરે આવેલા હોલસેલ માર્કેટમાં દરેક ચીજવસ્તુઓના ભાવ વધારીને જ બોલાઇ રહ્યા છે. ભાવ વધારા છતાંય હજુ તેલ, ગોળ સહિતની ચીજવસ્તુઓ તો મળી રહી નથી.

લોકડાઉન

દુકાનદારો કરિયાણાના ભાવ વધુ લઇ રહ્યાં છે

વિવિધ કરિયાણાની દુકાનોમાં કપાસિયા તેલના ૧૫ કિલોના ડબાનો ભાવ ૧,૪૫૦ રૂપિયા જેટલો હોય છે. હાલમાં તેનો ભાવ ૧,૮૫૦ રૂપિયા બોલાઇ રહ્યો છે. આ અંગે ગ્રાહકોના વાંધા બાદ દુકાનદારો જણાવી રહ્યા છે કે તેલ માર્કેટ બંધ છે તે ક્યારે ચાલુ થશે તે નક્કી નથી. હજુ ચારેક દિવસ લાગે તેમ છે. ચારેક દિવસ રાહ જુઓ.

ગ્રાહકોના જણાવ્યા મુજબ તક નો લાભ લઇને દુકાનદારો દરેક ચીજવસ્તુઓ પર ૧૦ થી ૨૦ રૂપિયા જેટલો ભાવ વધારો લઇ રહ્યા છે. ગોળના કિલોએ ૬૦ રૂપિયા લેવાઇ રહ્યા છે. ખાંડના ૪૫ રૂપિયા તેમજ મગની દાળના કિલોએ ૧૨૦ જેટલો ભાવ દુકાનદારો વસુલી રહ્યા છે. આ સ્થિતિ અમદાવાદ શહેરને અડીને આવેલા ગામડાઓમાં પ્રવર્તી રહી છે. કેટલીક દુકાનોમાં તો ટૂથપેસ્ટ, સાબુ, માથામાં નાંખવાનું તેલ સહિતની વસ્તુઓનો સ્ટોક પણ ખૂટી પડયો છે.

બીજી તરફ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત બાદ લોકોએ કરિયાણાનું બમણું ખરીદીને ઘરમાં સ્ટોક કરવા પડાપડી કરતા હાલમાં દુકાનોમાં સ્ટોક ખૂટી ગયો હોવાનો દાવો દુકાનદારો કરી રહ્યા છે. હવે આગળથી માલ આવે ત્યારે માંગ અને ભાવ વધારાની સ્થિતિ નિયંત્રણમાં આવશે તેવું તેઓ જણાવી રહ્યા છે.

Read Also

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!