Last Updated on November 18, 2020 by pratik shah
દિવાળી વેકેશનમાં લોકો કોરોનાને ભૂલીને ઘરની બહાર ખરીદી કરવા, ફરવા અને એકબીજાના ઘરે જવા લાગ્યા છે. જેના કારણે કોરોના સંક્રમણનાં આંકડામાં ઘણો ઉછાળો આવ્યો છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે, અમદાવાદનાં કાંકરિયામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રવિવારે પડતર દિવસે 11 હજાર મુલાકાતીઓ જ્યારે 16મી તારીખે નવા વર્ષે એક જ દિવસમાં 20 હજારથી વધુ લોકોએ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લીધી હતી.

એક જ દિવસમાં 20 હજારથી વધુ લોકોએ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લીધી

મહત્વનું છે કે, સામાન્ય દિવસોમાં કાંકરિયાની મુલાકાતે બેથી પાંચ હજાર જેટલા લોકો આવે છે જ્યારે દિવાળીની રજાઓમાં લોકો ઉમટી ઉમટી પડ્યા હતા. કાંકરિયા લેક ફ્રન્ટની નાની રાઈડ્સ ઝૂ લેઝર શો ખુલી ગયા છે. આ દરમિયાન કાંકરિયામાં કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ કરનાર સામે આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે.
ભંગ કરનાર સામે આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે
કોરોનાના કહેરમાં આ વખતે લોકો અન્ય રાજ્યમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે પરંતુ આસપાસની જગ્યાઓમાં જઇને રજાઓ પસાર કરવાનો આનંદ લઇ રહ્યા છે. જેથી ગુજરાતનાં પ્રવાસન સ્થળો પર આ વખતે ભારે ભીડ જોવા મળી છે.
READ ALSO
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
