GSTV
Gujarat Government Advertisement

ચેતી જજો/ કોરોનાએ અમદાવાદમાં સર્જી વિકટ સ્થિતિ, હોસ્પિટલમાં દાખલ કરવાથી લઈને અંતિમક્રિયા સુધી વેઈટિંગ જ વેઈટિંગ

કોરોના

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીઓ માટેના બેડ અને વેન્ટિલેટર ફૂલ થઇ ગયા છે. સોલા સિવિલમાંથી ઑક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને રવાના કરવામાં આવી રહ્યાં છે. સોલા સિવિલમાં 50 વેન્ટિલેટર અને 250 ઓક્સિજન બેડ જ છે. અમદાવાદની તમામ સરકારી હોસ્પિટલમાં બેડ ફૂલની પરિસ્થિતિ સર્જાઇ છે.

બીજી બાજુ અમદાવાદ સિવિલમાં નર્સિંગ સ્ટાફની પણ મોટી અછત જોવા મળી રહી છે. ત્રણ વેન્ટિલેટર વચ્ચે એક જ નર્સિંગ સ્ટાફ છે જ્યારે 14 ઓક્સિજનના દર્દીઓ વચ્ચે એક જ નર્સિંગ સ્ટાફ છે. જો કે નિયમ પ્રમાણે ઓક્સિજન હેઠળ રહેલા આઠ દર્દીઓ વચ્ચે એક નર્સિંગ સ્ટાફ હોવો જોઈએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેડબોડી રૂમ બહાર અંતિમ દર્શન માટે અફરાતફરીનો માહોલ જોવા મળે છે.

ડેડબોડી રૂમ બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં મૃતદેહ લેવા માટે પણ લાંબુ વેઈટિંગ જોવા મળ્યું છે. અમદાવાદમાં હવે કોરોના બેડ, ઇન્જેક્શન અને એમ્બ્યુલન્સ બાદ શબવાહિની માટે પણ લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. 102માં કોલ કરતા 5 કલાકનું વેઇટિંગ હોવાથી વી.એસ સ્મશાન ખાતે ખાનગી વાહનમાં કોરોનાગ્રસ્તનો વ્યક્તિનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો તો વી.એસ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે પણ 2 કલાકનું વેઇટિંગ જોવા મળ્યું.

જાણો ક્યાં-ક્યાં છે વેઇટિંગ ?

  • મૃતદેહ લેવામાં વેઇટિંગ
  • નર્સિંગ સ્ટાફની અછત
  • ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીઓ માટેના બેડ ફૂલ
  • વેન્ટિલેટર ફૂલ
  • સોલા સિવિલમાંથી ઑક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને રવાના કરવામાં આવી રહ્યાં છે
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેડબોડી રૂમ બહાર અંતિમ દર્શન માટે અફરાતફરીનો માહોલ
  • અંતિમ ક્રિયા માટે પણ 2 કલાકનું વેઇટિંગ
  • એમ્બ્યુલન્સ બાદ શબવાહિની માટે પણ લાંબુ વેઇટિંગ
  • ઇન્જેક્શન માટે પણ વેઇટિંગ
Gujarat Government Advertisement

Related posts

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana

અમરેલી: કડવા પાટીદાર સમાજે ગામમાં બનાવ્યુ 50 બેડનું કોવિડ કેર સેન્ટર, વિના મૂલ્યે અપાશે તમામને સારવાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!