GSTV

કોરોના : અમદાવાદમાં 3 હોસ્પિટલોમાં બેડ વધાર્યા અને 6 નવી હોસ્પિટલ હસ્તગત કરી, હવે આટલા નવા બેડ વધ્યા

અમદાવાદમાં દિવાળીના તહેવારોના બાદ કોરોનાના કેસોમાં વિસ્ફોટ થયો છે. રોજેરોજ વધી રહેલાં કેસોને પહોંચી વળવા સરકાર અને મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલની નજીક આવેલી હોટેલો અને હોસ્ટેલના બિલ્ડીંગમાં કોરોનાના બેડ ઉભા કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. ઉપરાંત વધુ છ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ નક્કી કરાઈ છે. આમ કુલ 534 બેડને આજે વધારવામાં આવ્યા છે.

રાજ્યના અધિક મુખ્ય સચીવ ડૉ. રાજીવ ગુપ્તા, કમિશનર મુકેશકુમાર વગેરેની મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે, જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મહત્તમ બેડ પ્રાપ્ત થાય તે માટે પ્રયાસો હાથ ધરવાનું નક્કી કરાયું છે.ઉપરાંત જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ના હોય પરંતુ તેમના ઘરમાં આઈસોલેશનની સુવિધા ના હોય તો તેમને હોટેલમાં ઉભા કરાયેલા કોવિડ સેન્ટરોમાં રાખી શકાશે. જે દર્દીને ઓક્સીજન કે વેન્ટીલેટરની જરૂર નથી તેમને આવા સેન્ટરમાં રખાશે. આવા 4 સેન્ટરો ઉભા કરાયા છે.

કઇ હોસ્પિટલમાં બેડ વધારાયા ?

હોસ્પિટલબેડ
(૧)હેલ્થ હોસ્પિટલ, વસ્ત્રાલ
(૨)સિંધુ હોસ્પિટલ, કુબેરનગર
(૩)રાબડીયા હોસ્પિટલ, નિકોલ૨૦

ઉપરાંત 3 હોસ્પિટલોમાં બેડમાં વધારો કરવામાં આવ્યો છે, તેમજ છ વધુ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે હસ્તગત કરવામાં આવી છે. આ તમામ પ્રયત્નોના કારણે વધુ 534 બેડનો વધારો થશે. આ ઉપરાંત રેપિડ ટેસ્ટની સંખ્યા વધારવા અને ઘેર-ઘેર સર્વેક્ષણની બાબત પર પણ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લેવાયો હતો.

કઇ હોસ્પિટલ હસ્તગત કરાઈ ?

(૧)અદ્વૈત હોસ્પિટલ બોપલ૨૦
(૨)શ્રીજી હોસ્પિટલ સરસપુર૩૫
(૩)સરદાર હોસ્પિટલ, નિકોલ૧૫
(૪)જ્યોતિ હોસ્પિટલ, વસ્ત્રાલ૨૩
(૫)આરના હોસ્પિટલ, બાપુનગર૧૪
(૬)આશિની હોસ્પિટલ, નિકોલ૧૨
કુલ બેડ૧૫૬

કઇ હોટેલમાં કેટલા બેડ ?

કઇ હોસ્પિટલ ધ્યાન રાખશેકઇ હોટેલકેટલા બેડ
(૧)ડીએચએસઆંગન હોટેલ, સેટેલાઇટ૭૦
(૨)લાઇફ લાઈનજીંજર હોટેલ, એસ.જી.હાઈવે૧૦૦
(૩)તપનરાજદિપ હોટેલ, સેટેલાઇટ૧૦૮
(૪)સુરેન્દ્રનગર પાટિદાર ટ્રસ્ટકોવિડ કેર સેન્ટર, વૈષ્ણોદેવી૧૦૦
કુલ બેડ૩૭૮

ગુજરાતમાં બે દિવસ બાદ ફરી એક વખત કોરોનાના દૈનિક કેસે 1500ની સપાટી વટાવી લીધી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1510ને કોરોના થયો છે, જે ગુજરાતમાં બીજા સર્વોચ્ચ દૈનિક કેસ છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 2,00,409 છે. હાલમાં 14044 એક્ટિવ કેસ છે જ્યારે 94 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 12 સહિત કુલ 16ના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક હવે 3892 છે.

READ ALSO

Related posts

બનાસકાંઠામાં લવજેહાદની ઘટનાઓ બનતા લોકોમાં રોષ, કાયદો લાવવાની કરી રહ્યા છે વાત

Pravin Makwana

રૂપાણી સરકારને સુપ્રીમની ફટકાર, કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ફટકાર્યો આટલો દંડ

Ankita Trada

અમદાવાદ/ ઉત્તરાયણમાં હરખઘેલા બનેલા યુવકે હવામાં કર્યું ફાયરિંગ, પોલીસે ફરિયાદ નોંધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!