અન્ય રાજ્યોમાં કરતા પણ વધુ મોત અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. કોરોનાથી મોતને મામલે મુંબઈ બાદ અમદાવાદનો નંબર આવે છે. મુંબઈમાં 909ના મોત થયા છે ત્યાર બાદ અમદાવાદમાં 645 લોકોના મોત થયા છે. મુંબઈમાં 27251 કેસ છે જેમાંથી 6096 સાજા થયા છે અને 909ના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં 9724 કેસમાં જ 645 લોકોના જીવ ગયા છે. અને 3658 લોકો સાજા થયા છે. અમદાવાદનો રિકવરી રેટ 140 ટકાએ પહોંચ્યો છે. જે દેશમાં સૌથી વધારે છે પણ મોતનો દર પણ સૌથી વધારે છે. સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં છે મુંબઈમાં દર 100 કોરોના પોઝિટિવ વ્યક્તિએ 3ના મોત થાય છે. જ્યારે અમદાવાદમાં 7 લોકોના મોત થાય છે.
અમદાવાદમાં 9724 Corona પોઝિટીવ કેસ
ગઇકાલ સુધીમાં મ્યુનિ. કોર્પોરેશનની હદમાં થયેલાં કુલ 612 મૃત્યુમાં સૌથી વધુ સિવિલમાં 370, સોલા સિવિલમાં 32, એસવીપી હોસ્પિટલમાં 124 અને અન્ય હોસ્પિટલો તેમજ કોવિડ કેર સેન્ટરોમાં થયેલાં મૃત્યુનો આંકડો 86નો છે. અમદાવાદમાં 9724 કોરોના પોઝિટવ કેસ નોંધાયા છે જેમાંથી 645 લોકોના મોત થઈ ચુક્યા છે. 3658 પેશન્ટ સાજા થઈ ગયા છે. ગુજરાતમાં 13268 કેસ છે જેમાંથી 802ના મોત થઈ ચુક્યા છે જ્યારે 5880 લોકો સાજા થઈ ચુક્યા છે.

કોંગ્રેસના કોર્પોરેટરનો પણ Corona રિપોર્ટ પોઝિટીવ
કોંગ્રેસના ઈન્ડિયાકોલોની વોર્ડના કોર્પોરેટર યથવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ પાંચમાં કોર્પોરેટર છે જે કોરોનાનો શિકાર બન્યા છે. આ પહેલા ગોતા અને મણિનગર વોર્ડમાં ભાજપના કોર્પોરેટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના બે કોર્પોરેટરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં બદરુદ્દીન શેખનું નિધન પણ થયું હતું. તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ કોરોનાનો ભોગ બની ચુક્યા છે.
અમદાવાદમાં Corona સંક્રમિતોની સંખ્યા 10,000ની નજીક
અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,000ની નજીક પહોંચી ગઈ છે. લોકોની સાથે કોરોના વોરિયર પણ તેનો ભોગ બની રહ્યાં છે. તો હવે શહેરમાં વધુ એક કોર્પોરેટર કોરોના વાયરસનો શિકાર બન્યા છે. ઈન્ડિયાકોલોની વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ અમદાવાદમાં અત્યાર સુધી કુલ પાંચ કોર્પોરેટરો અને એક ધારાસભ્ય કોરોનાનો શિકાર બની ચુક્યા છે.
Read Also
- આજથી શરૂ થશે રસીકરણ મહાઅભિયાન, 287 કેન્દ્રો પર અપાશે રસી, 161 કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓને મળશે લાભ
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન