GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ માટે ખુશખબર/ કોરોનાનો પિક પૂરો છતાં આગામી 10 દિવસ મહત્વના, ડિસ્ચાર્જનો આંક 3 ગણો વધ્યો

કોરોના

Last Updated on May 4, 2021 by Damini Patel

અમદાવાદમાં કોરોનાની ઘાતકી લહેરે હાહાકાર મચાવ્યા બાદ હવે નવા નોંધાતા કેસોમાં ૨૫ એપ્રિલ બાદ આંશિક ઘટાડો શરૂ થયો છે. આ સંદર્ભમાં આગામી ૧૦ દિવસના સમયગાળાને મહત્ત્વનો સમજવામાં આવી રહ્યો છે. ઘટાડો સતત ચાલુ રહે અને સાજા થઈને ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા વધે તો ‘પીક’ પૂરી થઈ ગણાશે. હાલ કેટલાક હકારાત્મક સંકેતો મળે છે પણ હોસ્પિટલો પરનું બર્ડન – દબાણ હજુ જરા પણ ઓછું થયું નથી. આજે પણ ઓક્સિજન સાથેની બેડ કે આઇસીયુ બેડ ક્યાંય ખાલી નથી.

ડિસ્ચાર્જ વધ્યા

કોરોના

આ અંગે એક સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે હોસ્પિટલના બેડ ખાલી થવા માંડશે ત્યારે લોકોને ખરેખર રાહતનો અનુભવ થશે. આ માટે હજુ દસેક દિવસ લાગશે. હાલ તા. ૨૫મીએ ૫૭૯૦ કેસ સુધી આંકડો પહોંચી ગયો હતો તે ૨જી મેએ ૪૬૮૩ ઉપર આવી ગયો છે. ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા ૨૨ એપ્રિલે ૯૭૬ ત્રણ આંકડામાં હતી તે ૨જી મેએ વધીને ૩૫૧૦ની થઈ છે. ડોમ અને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર ટેસ્ટ કરાવવા લાગતી લાંબી લાંબી લાઇનોમાં ઘટાડો થયો છે.

બીજી તરફ ઓક્સિજન ઘટતો હોય તેવા ગંભીર દર્દીને દાખલ કરવાનું આજે પણ એટલું જ અઘરૂં છે. તંત્રમાં બેઠેલા અધિકારીઓ કઈ હોસ્પિટલમાં કઈ કેટેગરીની કેટલી બેડ ખાલી છે તેનું સોફ્ટવેર આજે પણ વિકસાવી શકેલ નથી. હાઇકોર્ટની કડક ટીકા બાદ હોસ્પિટલની બહાર દેશી ઢબે બોર્ડ મુકવાનું ચાલુ કરાયો છે, તેમાં પણ ક્યાંય પારદર્શકતા દેખાતી નથી.

બેડ અંગે કોઈ સચોટ જાણકારી આપતું નથી

કેસ

હોસ્પિટલમાં કેટલા બેડ ભરાયેલા છે અને કેટલા ખાલી છે, તે આંકડા સાચા છે કે નહીં તેની કોઈ તપાસ કરશે ? આવી માહિતી કોમ્પ્યુટરાઇઝડડ હોય અને તેના માટે તંત્ર સેન્ટ્રલ ડેસ્ક બનાવે તો દર્દીને સરળતા ના પડે ? ૧૦૮ મરજિયાત કરાવ્યા બાદ આવી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની જરૂર હતી તે કરી શકાયેલ નથી.

ઉપરાંત મ્યુનિ.ની હોસ્પિટલના ભરાયેલા અને ખાલી બેડના આંકડા સાંજે જાહેર કરાય છે, તેમાં માત્ર ઓક્સિજન બેડ અને આઇસીયુ બેડના જ આંકડા જાહેર કરાય છે અને તે પણ ભેગા એટલે આઇસીયુ બેડ ખરેખર કેટલા ખાલી છે તે સમજી શકાતું નથી. સાદા, ઓક્સિજન બેડ, આઇસીયુ બેડ અને વેન્ટીલેટર સાથેના બેડ કેટલા ભરાયેલા છે અને કેટલા ખાલી છે તેવી સરળ માહિતી જાહેર નથી કરાતી. મ્યુનિ. તંત્ર સરળતા એટલે નથી ઇચ્છતું કે તેમના આંકડાના ગોટાળા જાહેર થઈ જાય, તેવી છાપ ઉપસી છે.

નવી કેસો ઘટયા, ડિસ્ચાર્જ વધ્યા

તારીખનવા દર્દીડિસ્ચાર્જ
21 એપ્રિલ4821919
22 એપ્રિલ5142976
23 એપ્રિલ54111248
24 એપ્રિલ56171585
25 એપ્રિલ57901590
26 એપ્રિલ56191760
27 એપ્રિલ56691930
28 એપ્રિલ56722206
29 એપ્રિલ52582506
30 એપ્રિલ53912956
1 મે49803182

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel

તાલાલા: પેસેન્જર પાસીંગ હોવા છતાં નિયમ વિરૂધ્ધ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા દરરોજ કેરીનાં હજારો બોકસની હેરફેર, નાના માલવાહકોનો ધંધો ઠપ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!