GSTV

દેશમાં ડેથ રેટમાં અમદાવાદ ટોપ પર, મુંબઈને પણ પાછળ છોડી દીધું

Corona

Last Updated on June 11, 2020 by Bansari

ભારતમાં કોરોના વાયરસનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં બુધવાર રાત સુધી કોવિડ-19ના 2.85 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 8 હજાર લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દેશમાં સૌથી વધુ મોતનો આંકડો મહારાષ્ટ્રનો છે. ત્યારબાદ ગુજરાત અને દિલ્હીમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. જો આપણે શહેરના હિસાબથી જોઈએ તો મુંબઈએ સૌથી વધુ લોકો ગુમાવ્યા છે. ત્યારબાદ અમદાવાદ અને દિલ્હી આવે છે પરંતુ આંકડાઓનું એનાલિસિસ કરવામાં આવે તો ગંભીર વાત સામે આવે છે. મુંબઈમાં ભલે વધારે લોકોનાં મોત થયા હોય પરંતુ ડેથ રેટમાં અમદાવાદ પહેલા નંબરે છે.

મુંબઇ અને અમદાવાદની સ્થિતિ ગંભીર

મુંબઈ, અમદાવાદ, દિલ્હીની તુલના- મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં કેટલા લોકોનાં મોત થઈ ચૂક્યા છે? ડેથ રેટ ક્યાં વધુ છે એટલે કે વસ્તીના હિસાબથી ક્યાં સૌથી વધુ ખતરો છે? આ સવાલોના જવાબમાં મુંબઈ અને અમદાવાદનું નામ આવે છે. મુંબઈમાં દેશના કોઈ પણ શહેરથી વધુ મોત થયા છે. પરંતુ ડેથ રેટમાં અમદાવાદ સૌથી આગળ છે.

Corona

8 જૂન સુધીના આંકડાઓ મુજબ અમદાવાદમાં પ્રતિ 10 લાખની વસ્તીમાં 182 લોકોનાં મોત કોરોનાના કારણે થયા છે. મુંબઈમાં ડેથ રેટ 88 અને દિલ્હીમાં 45 છે. એટલે કે, અમદાવાદનો ડેથ રેટ દિલ્હીથી ચાર ગણાથી પણ વધુ છે.

Read Also

Related posts

ગુજરાત: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ઠેર ઠેર મચ્છરોના બ્રિડીંગ મળ્યા, 49 એકમોને નોટીસ ફટકારવામાં આવી

pratik shah

બિહાર: RJDનું ભવિષ્ય લાલુના હાથમાં : સપા સંરક્ષક મુલાયમ સિંહ સાથે કરી મુલાકાત, ભાજપ સામે હાથ મિલાવશે

Pritesh Mehta

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!