GSTV

કોરોના બેકાબૂઃ દેશમાં કોરોનાથી મૃત્યુદર બાબતે અમદાવાદ પ્રથમ તો મુંબઈ છે બીજા ક્રમે, આવી છે અન્ય શહેરોની સ્થિતિ

અમદાવાદમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. તેવામાં કોરોનાના કેસના સાચા આંકડા કયા છે તે મામલે સવાલો ઉઠ્યા છે. કેમ કે કોર્પોરેશન અને સરકારના આંકડા ખોટા હોવાનું સામે આવી રહ્યું છે. કોર્પોરેશન મુજબ દિવસના 280 થી 290 કેસ દર્શાવાય છે. પરંતુ માત્ર બી.જે.મેડિકલ કોલેજમાં જ દિવસના 120થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવે છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ શહેરમાં થયા છે. જે ચિંતાજનક છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 1,968 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. દેશના પાંચ શહેરોના મૃત્યુદર જોઇએ સૌથી વધુ 4.1 ટકા મૃત્યુદર અમદાવાદ શહેરમાં છે. ત્યારબાદ બીજા ક્રમે મુંબઇ આવે છે. મુંબઇમાં 3.9 જ્યારે ત્રીજા ક્રમે કોલકતા છે. જેનો મૃત્યુદર 2.5 ટકા છે. જ્યારે દેશના કુલ મૃત્યુઆંકમાં ગુજરાત ચોથા સ્થાને છે. દેશમાં કોરોનાના દર્દીનો સરેરાશ મૃત્યુદર 2.4 ટકા છે, જ્યારે ગુજરાતમાં મૃત્યુદર 4.2 ટકા છે. જ્યારે ગુજરાત બાદ મહારાષ્ટ્ર 3.6%ના મૃત્યુદર સાથે બીજા ક્રમે છે.

રેપીડ એન્ટિજન અને RTPCR બંન્નેના આંકડાઓમાં પણ વિસંગતતા

 RTPCR સિવાય અનેક લોકોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાય છે. પરંતુ રેપીડ એન્ટિજન અને RTPCR બંન્નેના આંકડાઓમાં પણ વિસંગતતા આવે છે. જે કોર્પોરેશનના અધિકારીઓના જુઠ્ઠાણાની પોલ ખોલે છે. કાળી ચૌદસ પહેલાં 100  જેટલા દર્દીઓના સેમ્પલ આવતા હતા જેમાં 10 ટકા પોઝિટિવ આવતા હતાં. પરંતુ કાળી ચૌદશ બાદ દરરોજ 300 જેટલા દર્દીઓ આવવા લાગ્યા જેમાંથી 40 ટકા પોઝિટિવ દર્દીઓ આવવા લાગ્યા છે. બી.જે.મેડિકલ કોલેજમાં 1,200 બેડ, યુ.એન.મહેતા, કેન્સર, કિડની અને જીસીએસ હોસ્પિટલના સેમ્પલ આવે છે. તેમાંય હાલ એક જ પરિવારના દર્દીઓ પોઝિટિવ હોવાનું વધારે જોવા મળી રહ્યું છે. જુલાઈમાં મહારાષ્ટ્રમાં 3,57,117 કેસ અને 13,132 દર્દીના મૃત્યુ હતા. જ્યારે ગુજરાતમાં 24 જુલાઈ સુધીમાં 53,631 કેસ અને 2283 દર્દીના મોત થયા હતા. આમ દેશમાં મૃત્યુઆંકની સરખામણીએ ગુજરાત ચોથા ક્રમે હતો.

દેશના આ છ શહેરોમાં કોરોનાથી થતો મૃત્યુદર આ પ્રમાણે

શહેરકેસમોતમૃત્યુદર
અમદાવાદ4730919684.1
મુંબઇ275714106753.9
કોલકાતા9990925052.5
ચેન્નઈ21201438131.8
દિલ્હી52986383911.6
બેંગલુરુ36366540681.1

કોરોના વિસ્ફોટ થતા વેન્ટિલેટર બેડમાં વધારો કરવામાં આવ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ થતા વેન્ટિલેટર બેડમાં વધારો કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 220 વેન્ટિલેટર બેડ હતા. જેમા 50 ટકાનો વધારો કરાયો છે. સિવિલમાં નવા 120 જેટલા વેન્ટિલેટર બેડ લાવવામાં આવ્યા છે.  આ તમામ બેડ બારસો બેડની કોવિડ હોસ્પિટલમાં મુકવામાં આવશે. આ સાથે સિવિલને નવા 120 બેડ મળતા કુલ 340 વેન્ટિલેટર બેડ થવાના છે. આ  ઉપરાત બે નવા આઈસીયુ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. સિવિલમાં સતત કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા વેન્ટિલેટરની સંખ્યામાં વધારો કરાયો છે.

અમદાવાદ સિવિલમાં ગઈકાલે 95 દર્દીઓ ગંભીર હાલતમાં આવ્યા

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કે, વચ્ચે અમદાવાદ સિવિલમાં ગઈકાલે 95 દર્દીઓ ગંભીર હાલતમાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બારસો બેડ, કેન્સર , કિડની અને યું.એન.મહેતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 1 હજારે પહોંચી છે. તો બીજી તરફ કોરોનાના દર્દીઓના થયેલા મોત બાદ તેમના પીએમ પણ કરવામાં આવી રહ્યા છે. સિવિલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા કોરોના વોરિયર્સ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તબીબોની ચિંતામાં વધારો થયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ડ્રેગન સાથે વધતો સંઘર્ષ : એલએસી પર ચૂપચાપ સૈન્ય વધાર્યું, હવે બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધી પાણી યુદ્ધ છેડવાનું ષડયંત્ર!

Ali Asgar Devjani

દિલ્હી અન્નદાતાઓની આંદોલનની આગ મુંબઈમાં, હજારો ખેડૂતો આર્થિક રાજધાનીમાં યોજશે રેલી

Ali Asgar Devjani

ગોજારો અકસ્માત/ ખંભાળિયા-ભાણવડ રોડ પર થયેલા અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!