GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમદાવાદમાં સતત વધતો કોરોનાનો ગ્રાફ: 291 કેસ, 28ના મોત, આ બે ઝોનમાં ખતરો વધ્યો

Corona

અમદાવાદમાં કોરોનાનો રોગચાળો ચોમાસુ નજીક આવતાં જ વધુ વકરવાની ભીતિ પેદા થઈ છે. કેમ કે, ઉનાળો અને ચોમાસાની બેવડી ઋતુ ભેગી થાય તે ગાળામાં આમ પણ શરદી, ખાંસી અને વાયરલ ફીવરનો ઉપદ્રવ દર વખતે પરાકાષ્ટાએ પહોંચતો હોય છે. દરમ્યાનમાં આજે કોરોનાના 291 દર્દીઓએ જુદી જુદી હૉસ્પિટલોમાં દાખલ થઈને કે ઘેરબેઠાં સારવાર શરૂ કરી છે. જ્યારે એક જ દિવસમાં સારવાર દરમ્યાન 28 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. જ્યારે 296 દર્દીઓ સાજા થઈ જતાં તેમને હૉસ્પિટલોમાંથી રજા મળી છે.

આ સાથે કુલ દર્દીઓનો આંકડો 13354 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 938ના આંકડાને આંબી ગયો છે. આજના દર્દીઓ શહેરના તમામ વિસ્તારોમાં વત્તે કે ઓછા પ્રમાણમાં નોંધાયા છે. એક પણ વિસ્તાર દર્દીઓ કે દર્દીઓના મૃત્યુથી અછૂતો નથી રહ્યો. મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં દર્દીઓ પ્રમાણમાં ઘટવા માંડયા છે, જ્યારે બીજી તરફ ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં દર્દીઓાના આંકડાનો ગ્રાફ ઉંચો થતો જાય છે. ગઈકાલે સૌથી વધુ દર્દીઓ પૂર્વ ઝોનમાં 53, ઉત્તર ઝોનમાં 47 અને પશ્ચિમમાં 52, નવા પશ્ચિમમાં 38 નોંધાયા છે.

કોરોના

બીજી તરફ અનલોક-1માં લોકો માસ્ક વગર ફરકવા માંડયા છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ ભૂલવા માંડયા છે. બેવડી ઋતુનો ગાળો શરૂ થવાનો છે. કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડિંગ પણ શરૂ થવા માંડયું છે.

આ તમામ સંજોગો જોતાં દર્દીઓની સંખ્યા વધવાની ભીતિ પેદા થઈ છે. લૉકડાઉનના પિરિયડ દરમ્યાન સરકારી તંત્રએ અને મ્યુનિ.એ તેમની હૉસ્પિટલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનું હતું, તે કેટલું કરી શક્યા છે ? ડૉક્ટરોની જરૂરિયાત પહોંચી વળવા શું કર્યું છે ? ગંભીર દર્દીઓ માટે આઇસીયુ બેડ, વેન્ટીલેટર, ઓક્સીજન જેવા જરૂરી સાધનો કેટલા વધાર્યા છે ! વગેરે પ્રશ્નો જવાબ માગી લે તેવા છે.

સારવાર હેઠળના એક્ટિવ દર્દીમાં ઘટાડો

મધ્ય ઝોન : 310

ઉત્તર ઝોન : 849

દક્ષિણ પશ્ચિમ : 274

પશ્ચિમ ઝોન : 468

ઉત્તર પશ્ચિમ : 122

પૂર્વ ઝોન : 459

દક્ષિણ ઝોન : 321

કુલ : 2803

કઈ હૉસ્પિટલમાં કેટલા મૃત્યુ

હૉસ્પિટલ નવા મૃત્યુ કુલ મૃત્યુ

એસવીપી : 2 162

સિવિલ : 4 446

સોલા સિવિલ : 0 50

કેન્સર હોસ્પિટલ : 4 65

કિડની હૉસ્પિટલ : 2 39

યુ.એન. મહેતા : 2 11

આઇએસઆઇસી : 0 4

અન્ય : 8 121

22 898

કયા વિસ્તારમાં કેટલા કેસ ?

મધ્ય ઝોન

અસારવા : 12

દરિયાપુર : 2

જમાલપુર : 1

ખાડિયા : 6

શાહીબાગ : 12

શાહપુર : 4

ઉત્તર પશ્ચિમ

બોડકદેવ : 6

ચાંદલોડિયા : 1

ઘાટલોડિયા : 2

ગોતા : 4

થલતેજ : 1

ઉત્તર ઝોન

બાપુનગર : 8

ઇન્ડિયા કોલોની : 2

કુબેરનગર : 7

નરોડા : 7

સૈજપુર બોઘા : 11

સરસપુર : 4

સરદારનગર : 4

ઠક્કરનગર : 4

પૂર્વ ઝોન

અમરાઈવાડી : 10

ભાઇપુરા : 4

ગોમતીપુર : 5

નિકોલ : 16

ઓઢવ : 10

વસ્ત્રાલ : 3

વિરાટનગર : 5

દક્ષિણ ઝોન

બહેરામપુર : 1

દાણીલીમડા : 4

ઇન્દ્રપુરી : 2

ઇસનપુર : 12

ખોખરા : 2

લાંભા : 4

મણીનગર : 9

વટવા : 7

પશ્ચિમ ઝોન

પાલડી : 5

નવરંગપુરા : 9

નારણપુરા : 9

સાબરમતી : 10

ચાંદખેડા : 2

રાણીપ : 6

નવા વાડજ : 4

વાસણ : 7

દક્ષિણ પશ્ચિમ

જોધપુર : 5

મકતમપુરા : 6

સરખેજ : 1

વેજલપુર : 12

કયા ઝોનમાં કેટલાં દર્દી, કેટલા મૃત્યુ

ઝોન નવા દર્દી કુલ દર્દી નવા મૃત્યુ કુલ મૃત્યુ

મધ્ય ઝોન 37 3354 3 310

પશ્ચિમ ઝોન 52 1575 1 71

ઉત્તર પશ્ચિમ 14 468 0 12

દક્ષિણ પશ્ચિમ 24 643 3 28

ઝોન નવા દર્દી કુલ દર્દી નવા મૃત્યુ કુલ મૃત્યુ

ઉત્તર ઝોન 47 2338 6 154

પૂર્વ ઝોન 53 1693 6 136

દક્ષિણ ઝોન 41 2722 3 187

કુલ 268 12793 22 898

ગુજરાતમાં કોરોનાના સર્વોચ્ચ 492 કેસ, 33ના મૃત્યુ થયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થવાનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધુ 492 કેસ નોંધાયા હતા. આમ, ગુજરાતમાં આજે એક જ દિવસમાં અત્યારસુધીના કોરોનાના સર્વોચ્ચ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાના 400થી વધુ કેસ નોંધાયા હોય તેવું સતત છઠ્ઠા દિવસે બન્યું છે. આ સાથે જ ગુજરાતમાં કોરાનાના કુલ કેસનો આંક 18609 થઇ ગયો છે. આજે વધુ 33 સહિત કુલ મૃત્યુઆંક 1155 થયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 455 વ્યક્તિ સહિત કુલ 12667 કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહી છે.

કોરોના

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામં આવેલી વિગતો અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 21 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 291 કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 13354 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકની આ સ્થિતિ પ્રમાણે અમદાવાદમાં પ્રત્યેક કલાકે સરેરાશ 12 નવા કેસ નોંધાઇ રહ્યા છે તેમ કહી શકાય. આ સિવાય જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 81 સાથે સુરત, 39 સાથે વડોદરા, 21 સાથે પાટનગર ગાંધીનગરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઉપરાંત મૃત્યુઆંકમાં વધારો પણ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 33 વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 28 જ્યારે બોટાદ-કચ્છ- ગાંધીનગર-પાટણ-વલસાડ ખાતે 1-1 મૃત્યુનો સમાવેશ થાય છે. આમ, અમદાવાદમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે 938 થઇ ગયો છે.

રાહતની વાત એ છે કે, વધુ 455 વ્યક્તિ કોરોનાને હરાવવામાં સફળ રહી છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 296, સુરતમાંથી 53, મહીસાગરમાંથી 51, વડોદરામાંથી 34નો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન 6023 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કોવિડ-19ના કુલ ટેસ્ટનો આંક હવે 2,33,921 થઇ ગયો છે. ગુજરાતમાં હજુ 2,20,695 વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. આ પૈકી 2.13 લાખ હોમ ક્વોરન્ટાઇન જ્યારે 7433 ફેસિલિટી ક્વોરન્ટાઇન છે. ગુજરાતમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના 3037 કેસ નોંધાઇ ચૂક્યા છે અને 195ના મૃત્યુ થયા છે જ્યારે 35873 ટેસ્ટ થયા છે. આમ, ગુજરાતમાં પ્રત્યેક 100 ટેસ્ટે કોરોના પોઝિટિવ આવવાનું પ્રમાણ 8.50% છે. કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે.

ગુજરાતમાં રીક્વરી રેટ હવે વધીને 68.09%

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 455 વ્યક્તિ કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહી છે. આમ, ગુજરાતમાં કુલ 18609 કેસ સામે 12667 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. જેની સાથે જ ગુજરાતમાં કોરોના સામે રીક્વરી રેટ હવે 68.09% થઇ ગયો છે. અમદાવાદમાંથી હવે વધુ 296 સહિત કુલ 9228 વ્યક્તિ કોરાનાને હરાવવામાં સફળ રહી છે.

Read Also

Related posts

ચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ ?

Pravin Makwana

લગ્ન બાદ પૂર્વ પ્રેમી કરી રહ્યો હતો બ્લેકમેલ, પરિણીતાએ એવું છટકું ગોઠવ્યું કે….

Arohi

જમ્યા બાદ સસરા અવનીને બાજુમાં બેસાડી ન શોભે એવું કરતા અને ડૉક્ટર પતિ પ્રેમિકાને લઈને ફરતો..

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!