GSTV
Gujarat Government Advertisement

દયનીય સ્થિતિ/ અમદાવાદ સિવિલ બહાર 60થી વધુ એમ્બ્યુલન્સની લાઈન, એક ખાલી બેડ સામે દાખલ થનારા અનેક

અમદાવાદ

Last Updated on April 21, 2021 by Bansari

અમદાવાદમાં તંત્રના પાપે લોકો મરી રહ્યાં છે.સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનોમાં વધારો થઇ રહ્યો છે. આજે પણ સિવિલ બહાર 60 થી વધુ એમ્બ્યુલન્સની લાઈન  લાગી હતી. સિવિલ હોસ્પિટલના તબીબો તેમની કાર્યક્ષમતાની બહાર ક્યાં સુધી કામ કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.તંત્ર પાસે શું આ લાઈનોનો કોઈ વિકલ્પ નથી તેવો પણ સવાલ ઉઠ્યો છે. સ્થિતી ક્યારેક એવી બને છે કે સિવિલ હોસ્પિટલમાં એક બેડ ખાલી થાય ત્યાં તેની સામે દાખલ થવા માટે 50 એમ્બ્યુલન્સની લાઈન લાગે છે.આવામાં ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે આફત ઉભી થઇ છે.તો સામે તરફે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો જોવા નથી મળતી. માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ કેમ એમ્બ્યુલન્સની લાઇન લાગી રહી છે તેવા પણ સવાલો ઉઠી રહ્યાં છે.

ઉદ્યોગો

અમદાવાદમાં કોરોનાના નવા 4631 કેસ, વધુ 23 લોકોનાં મોત નિપજ્યાં

અમદાવાદ શહેરમાં કોરોના જ પોતાના રેકોર્ડ તોડતો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.સતત બીજા દિવસે શહેરમાં કોરોનાએ રેકોર્ડ બ્રેક કરતા નવા ૪૬૩૧ કેસ નોંધાયા છે.વધુ ૨૩ લોકોનાં મોત થયા છે.સતત કથળતી પરિસ્થિતિની વચ્ચે દર્દીઓને દાખલ કરવા માટે હોસ્પિટલો ફરતા લોકોને અફસોસ એ વાતનો છે કે,ગત વર્ષે મેયર સહિતના હોદ્દેદારો હોસ્પિટલની મુલાકાત લેતા હતા.ઉપરાંત સોશિયલ મિડીયા દ્વારા શહેરીજનો સાથે જોડાયેલા રહેતા હતા.આ વખતના મેયર સહિતના હોદ્દેદારો કોઈ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ થવાથી લઈ તેને કેવી સારવાર મળી રહી છે એ સુધ્ધા જોવા ફરકતા નથી.શહેરમાં કુલ એકિટવ કેસની સંખ્યા ૨૩૯૯૫ ઉપર પહોંચી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

કોરોના

અમદાવાદમાં મંગળવારે કોરોનાના નવા ૪૬૩૧ કેસ નોંધાતા ગત વર્ષથી લઈ અત્યાર સુધીમાં કુલ ૧૦૬૩૨૫ કેસ નોંધાવા પામ્યા છે.મંગળવારે વધુ ૨૩ લોકોના મોત થતા અત્યાર સુધીમાં કુલ ૨૬૦૩ લોકોના કોરોના સંક્રમિત થવાથી મરણ થવા પામ્યા છે.મંગળવારે ૮૭૬ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા અત્યારસુધીમાં કુલ ૭૫૯૯૫ લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં કોરોનાની પરિસ્થિતિ સતત કથળી રહી છે.

દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે ત્રણથી ચાર હોસ્પિટલ લઈને પરીવારજનોને રઝળપાટ કરવો પડી રહ્યો છે.આમ છતાં મેયર, ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ,પક્ષનેતા કે દંડક લોકોની વચ્ચે જતા જ ના હોવાની ફરીયાદો વિવિધ વિસ્તારોમાંથી સાંભળવા મળી રહી છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના થલતેજ વોર્ડ ઉપરાંત મેયર તેમજ પક્ષનેતાના વોર્ડમાં કોરોના સંક્રમણે હદ વટાવી દીધી છે.છતાં હજુ સુધી એક પણ વખત શહેરમાં કથળતી જતી પરિસ્થિતિને લઈ આ હોદ્દેદારો સત્તાવાર નિવેદન પણ કરવાની હીંમત કરી શકતા નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!