GSTV

ગુજરાતમાં કોરોના વકર્યો : અમદાવાદમાં જૂન બાદ સૌથી વધારે કેસ, દિવાળી બાદ હોસ્પિટલોમાં નહીં મળે જગ્યા

કોરોના

ગુજરાતમાં કોરોનાના 1100થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ સતત ત્રીજા દિવસે જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1152 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. ગુજરાતમાં 17 ઓક્ટોબર બાદ નોંધાયેલા આ કોરોનાના સર્વોચ્ચ દૈનિક કેસ છે.આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,86,116 છે. હાલ રાજ્યમાં 12389 એક્ટિવ કેસ છે જ્યારે 73 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 6 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3791 છે.

અમદાવાદમાં સતત ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 190-ગ્રામ્યમાં 29 સાથે 219 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં 29 જૂન બાદ કોરોનાના આ સર્વોચ્ચ દૈનિક કેસ છે.

કોરોના

ત્રણ દિવસમાં જ અમદાવાદમાં કોરોનાના 625 કેસ

છેલ્લા ત્રણ દિવસમાં જ અમદાવાદમાં કોરોનાના 625 કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 44909 છે. સુરત શહેરમાં 140-ગ્રામ્યમાં 46 એમ 186 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 39473 છે. વડોદરા શહેરમાં 95-ગ્રામ્યમાં 36 સાથે 131, રાજકોટ શહેરમાં 87-ગ્રામ્યમાં 46 133 નવા કેસ સામે આવ્યા છે.

આમ, ગુજરાતના ચાર જિલ્લાઓમાંથી કોરોનાના 669 નવા કેસ નોંધાયા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 74 સાથે મહેસાણા, 51 સાથે ગાંધીનગર, 46 સાથે બનાસકાંઠા, 32 સાથે પાટણ, 28 સાથે ભરૂચ, 24 સાથે જામનગરનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 3 જ્યારે ગાંધીનગર-સુરત-પાટણમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા.કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1932, સુરતમાં 863, ગાંધીનગરમાં 96 જ્યારે પાટણમાં 49 છે.

છેલ્લા 24 કલાકમાં 1078 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જેમાં સૌથી વધુ 210 સુરત, 185 અમદાવાદ, 169 વડોદરા અને 82 રાજકોટમાંથી છે. કુલ 1,69,936 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ હવે 91.31% છે. ગુજરાતમાં હાલ 4,96,431 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં 53967 સાથે કુલ ટેસ્ટનો આંક હવે 67,34,467 છે.

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ ?

જિલ્લો13 નવે.એક્ટિવ કેસ
અમદાવાદ2193,311
સુરત1861,419
રાજકોટ133992
વડોદરા1311,927
મહેસાણા74401
ગાંધીનગર51397
બનાસકાંઠા પાટણ46 32155 385

Read Also

Related posts

કામના સમાચાર/ 1લી ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમ, જાણો તમારી જિંદગી પર શું પડશે અસર

Ankita Trada

24 હજાર અમદાવાદીઓ ઘરમાં કેદ, દર્દીની માવજતના મામલે તંત્ર ઊણું ઊતર્યું: તંત્ર વિરુદ્ધ રોજેરોજ ફરિયાદોનો ઢગલો

pratik shah

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!