GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા લોકોએ લીધો રાહતનો દમ, જાણો 24 કલાકમાં કેટલા કેસ આવ્યાં

કોરોના

અમદાવાદમાં કોરોનાના કેસોમાં અને મૃત્યુમાં થયેલા ઘટાડાથી લોકોએ રાહતનો દમ લીધો છે. જો કે કોરોના એક એવો રોગચાળો છે, જેમાં વારંવાર સંખ્યામાં ચડઉતર થતી હોય છે. દરમ્યાનમાં છેલ્લા 24 કલાકમાં વધુ 140 લોકો કોરોનામાં પટકાયા છે, જ્યારે ચાર દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે. બીજી તરફ સાજા થયેલાં 100 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

સાથે મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં કુલ કેસ 24880 નોંધાયા છે, જ્યારે કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો 1556નો થઇ ગયો છે. બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થયેલાં લોકોની સંખ્યા બહુ મોટી 20718ની થવા જાય છે. પ્રારંભિક તબક્કામાં મૃત્યુ દર 7 ટકા જેવો ઉંચો હતો, તેમાં પણ સરકારી યાદી પ્રમાણે સારો એવો ઘટાડો નોંધાયો છે. રેપિડ-એન્જિન ટેસ્ટમાં વધારો કરાયો છે.દરમ્યાનમાં રાજ્યના અન્ય શહેરો અને ગ્રામ વિસ્તારમાં કોરોનાના દર્દીઓમાં મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે. ત્યાં પુરતાં પ્રમાણમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર નહીં હોવાથી સારવાર માટે અમદાવાદમાં ધસારો વધ્યો છે.

એ માટે ખાનગી હોસ્પિટલો પણ હસ્તગત કરવાની ફરજ પડી છે. હાલ અમદાવાદમાં કેસો ઘટયા છે, જે ફરી ક્યારેય પણ વધી શકે છે. હાલ એકટિવ કેસો 2910 છે, જેમાંથી પશ્ચિમના વિસ્તારોના 1423 છે, જ્યારે 1487 પૂર્વના વિસ્તારોના છે. પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં કેસો વધ્યા હોવાનું જાણવા મળે છે. માઇક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા વધીને 246ની થઈ ગઈ છે.

કયા ઝોનમાં કેટલા એકટિવ કેસ

મધ્ય ઝોન283
ઉત્તર ઝોન384
દક્ષિણ પશ્ચિમ ઝોન435
પશ્ચિમ ઝોન499
ઉત્તર પશ્ચિમ ઝોન489
પૂર્વ ઝોન399
દક્ષિણ ઝોન421
કુલ2910

Read Also

Related posts

LAC મુદ્દે ભારત-ચીન વચ્ચે તણાવમાં થયો વધારો, ચીનની વાત ઉપર ભારતે રોકડું પરખાવ્યું

Mansi Patel

શિંગોડા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો, મધુબન ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતા 18 ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

UP: સરપંચની હત્યાથી આઝમગઢ ભડકે બળ્યું, ભીડે પોલીસ ચોકી સહિત અનેક વાહનોને કર્યા આગના હવાલે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!