GSTV
Gujarat Government Advertisement

અમદાવાદના મધ્ય અને દક્ષિણ ઝોનમાં કોરોનાની રફતાર ધીમી પડી, નદીપારના આ વિસ્તારોમાં મચાવ્યો કોહરામ

કોરોના

Last Updated on June 27, 2020 by Bansari

અમદાવાદમાં કોરોનાનો રોગચાળો કાબુમાં આવી રહ્યાંનું ચિત્ર ઊભું થયું છે. આજે એક જ દિવસમાં દર્દીઓની સંખ્યા વધુ એક વખત ઘટીને 205ની થઇ ગઇ છે જ્યારે 8 દર્દીના સારવાર દરમ્યાન મૃત્યુ નોંધાયા છે. ઘણા વખત પછી મૃત્યુનો આંકડો 10ની અંદર આવ્યો છે. અનલોક-1 પછી સ્થિતિ વધુ બગડવાની ભીતિ સદનસીબે ખોટી પૂરવાર થઇ રહી છે. બીજી તરફ સાજા થયેલાં 202 લોકોને હોસ્પિટલોમાંથી રજા અપાઇ છે.

અંગેની વિગતો એવી છે કે મ્યુનિ.ના વિસ્તારમાં 205 અને જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 14 દર્દી નોંધાયા છે. દરમ્યાનમાં જીલ્લાના વિસ્તાર સાથે કુલ દર્દીઓની સંખ્યા 20058ની થઇ ગઇ છે, જ્યારે અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 3498ને આંબી ગયો છે. ઉપરાંત આજે નોંધાયેલાં દર્દીઓ શહેરના જુદાં જુદાં વિસ્તારોના છે.

કોરોના

મધ્ય અને દક્ષિણ ઝોનમાં કોરોનાની રફતાર ધીમી પડી

જોકે શરૂઆતના મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનના હોટસ્પોટમાં દર્દીઓ નહિવત નોંધાવા માંડયા છે. જ્યારે તેની સરખામણીએ પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં સ્થિતિ બગડતી જાય છે. પશ્ચિમ ઝોનના પાલડી, નવરંગપુરા, નારણપુરા, નવા વાડજ, સ્ટેડિયમ, રાણીપ, સાબરમતી, વાસણા વગેરે વિસ્તારોમાં ગઇકાલે 48 દર્દીઓ નોંધાયા હતા.

કયા ઝોનમાં કેટલાં દર્દી, કેટલાં મૃત્યુ ?

ઝોનનવા કેસકુલ દર્દીવધુ મૃત્યુકુલ મૃત્યુએક્ટિવ કેસ
મધ્ય ઝોન2239872356200
પશ્ચિમ ઝોન4828641150592
ઉત્તર પશ્ચિમ ઝોન271072034370
દક્ષિણ પશ્ચિમ ઝોન311190166414
ઉત્તર ઝોન2334795272440
પૂર્વ ઝોન4528851232456
દક્ષિણ ઝોન2936041246466
કુલ225190811113562938

જ્યારે નવા પશ્ચિમ ઝોનના સેટેલાઇટ, બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, મકતમપુરા વગેરે વિસ્તારોમાં સૌથી વધુ 58 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. જ્યારે મધ્ય ઝોનમાં 23, દક્ષિણ ઝોનમાં 29, ઉત્તર ઝોનમાં 23 અને પૂર્વ ઝોનમાં 45 લોકો કોરોનાની ઝપટમાં આવતા જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થયા છે.

બીજી તરફ કોરોનાનો ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવવાના ઊંચા દરમાં અંતે સરકારે ઘટાડો કર્યો છે. આ બાબત ખૂબ જ સારી છે પણ સાથે સાથે વ્યક્તિને ડોકટર પાસે લખાવવા જવું પડે છે, તેના રૂા. 500થી 1000 ખર્ચાય છે. તેના બદલે લોકો સીધા પોતાની જાતે ટેસ્ટ કરાવી શકે તેવી પધ્ધતિ દાખલ કરવાની પણ માગણી ઊભી થવા પામી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!