GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

અમદાવાદમાં બીજી વખત આવ્યો ઉંચો આંક, શાહીબાગ સહિત આ વિસ્તારોમાં નોંધાયા Coronaનાં કેસ

Corona

ગુજરાતમાં Corona મહામારીનો આંક 500 ઉપર ગયો છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લાનામાં નોંધાયા છે. અમદાવાદ શહેર જિલ્લામાં Coronaનું સંક્રમણ વધારે છે. અમદાવાદ શહેરના જુદા જુદા વોર્ડમાં એકાએક કોરોના પોઝીટીવ નવા સ્પોટ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વધુ 324 નવા પોઝીટીવ આવતાં આંક 13678 થયો છે. કોરોનાને કારણે સંક્રમિત 1 દિવસીય આંકમાં બીજી વખતનો આ ઊંચો આંક છે. આ પહેલા 5 મેના રોજ Corona પોઝીટીવ સંખ્યા 5 મેના 349 આવી હતી. જે પછી આ બીજી વખત 5 જૂને 324 ઊંચો આંક ગયો છે.

અમદાવાદમાં Corona સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. જેમાં પૂર્વ વિસ્તારમાં Corona સંક્રમણ ના વધુ કેસ આવી રહ્યા છે. અમદાવાદમાં સરસપુર અસરાવામાં ઠક્કરબાપાનગર, ઈન્ડિયાકોલોની, બાપુનગર, નિકોલ, ઈસનપુર, મણિનગરમાં Corona કેસો વધી રહ્યા છે. તો પૂર્વમાં જોધપુર, નારણપુરા, બોડકદેવ, પાલડી વગેરે વિસ્તારોમાં Coronaના નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં એક જ સાથે 20 જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે. તો સરસપુર વિસ્તારમાં પણ Coronaના 14 નવા કેસ આવ્યા છે. જોધપુરમાં એક સાથે 11 નવા પોઝીટીવ કેસ આવ્યા છે.

શહેરનાં આ વિસ્તારોમાં નોંધાયા Corona કેસ

અમદાવાદમાં સરસપુરમાં 14, અસારવામાં 13, ઠક્કરબાપા નગરમાં 12, જોધપુરમાં 11, ઈસનપુર અને બાપુનગરમાં 10, નારણપુરા, બોડકદેવ, પાલડીમાં 9, ખાડિયા, ઈન્ડિયા કોલોની, મણિનગરમાં 8 , નિકોલ, વટવા, ગોતામાં 7, કુબેરનગર, નવરંગપુરા, વિરાટનગર, અમરાઈવાડી, લાંભામાં 6 નવા કેસ નોંધાયા છે. વાડજ, શાહપુર, વાસણા, ગોમતીપુર, સૈજપુરમાં 5, દાણિલીમડા, ચાંદખેડા, સરદારનગરમાં 4 પોઝીટીવ કેસ આવ્યા છે. બહેરામપુરા, વેજલપુર, ઈન્દ્રપુરી, ભાઈપુરા, સાબરમતી, વસ્ત્રાલમાં 2 કેસ આવ્યા છે. જ્યારે મક્તમપુરા, જમાલપુર, રાણીપ, સરખેજ, ચાંદલોડિયા, દરિયાપુર અને થલતેજમાં 1 કેસ નોંધાયા છે.

પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં કેસનો સિલસિલો ચાલુ

અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં કેસનો સિલસિલો ચાલુ રહ્યો છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં 185 અને પશ્ચિમ વિસ્તારમાં 77 પોઝીટીવ કેસ આવ્યા છે. જ્યારે અમદાવાદ જિલ્લા – ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવા 25 પોઝીટીવ કેસ આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં Corona પોઝીટીવનો આંક 327 થયો છે. અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં Corona પ્રસરી રહ્યો છે. નવા 25 પોઝીટીવ કેસોમાં ધોળકામાં 9, દસક્રોઈમાં 3, સાણંદમાં 1 માંડલ 1 દેત્રોજમાં 5 અને ધંધુકામાં 6 કેસ મળ્યા છે. આમ જિલ્લાના અંતરિયાળ સુધી Corona પ્રસરી ચૂક્યો છે.

READ ALSO

Related posts

ચીન સામેની મિસાઇલ દલાઈ લામાનો આજે જન્મદિવસ : ભારતે આપ્યો છે આશ્રય, વધી શકે છે ચીનની પરેશાની

Dilip Patel

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને ખતરો

pratik shah

ઉત્તર ગુજરાતને રવિવાર પડ્યો ભારે, એક જ દિવસમાં 34 લોકો આવ્યા કોરોના પોઝિટીવ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!