GSTV

અમદાવાદ/ કોરોના કેસોમાં સતત ઘટાડો, નવા 81 દર્દીઓ નોંધાયા, પરિસ્થિતિમાં આવી કાબુમાં

કોરોના

અમદાવાદમાં કોરોનાના આજે નવા કેસો 81 નોંધાયા છે. જ્યારે સારવાર લઇ રહેલાં દર્દીઓમાંથી એકનું કરૂણ મૃત્યુ નિપજયું છે. તેમજ સાજા થઇ ગયેલા વધુ 180 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. ખાનગી, સરકારી અને મ્યુનિ.ની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે જ રખાયેલા મોટાભાગના બેડ હાલ ખાલી પડયા છે.

કોરોનાની સારવાર માટે જ રખાયેલા મોટાભાગના બેડ હાલ ખાલી પડયા

મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધીમાં કુલ 61404 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુકયા છે. જેમાંથી 2234 દર્દીઓએ તેમની મહામૂલી જીંદગી ગુમાવી દીધી છે. જ્યારે 52777 લોકો કોરોનાને મ્હાત આપીને સંપૂર્ણ સાજા થઇ ગયા છે.

52777 લોકો કોરોનાને મ્હાત આપીને સંપૂર્ણ સાજા થઇ ગયા

લોકોમાં ધીરે ધીરે કોરોનાનો ડર ઓછો થવા માંડયો છે. બીજી તરફ એક્ટિવ કેસો ઘટીને 1514 થઈ ગયા છે. જેમાંથી ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના 712 અને પૂર્વકાંઠાના ચાર ઝોન મધ્યઝોન, પૂર્વઝોન, ઉત્તરઝોન અને દક્ષિણ ઝોનના 802 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!