GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં હોટસ્પોટ વિસ્તારોમાં વધતા કેસો વચ્ચે ગોતા, ચાંદખેડા, રાણીપ, વેજલપુર અને જૂના વાડજમાં આવ્યા નવા કેસો

Corona

Last Updated on April 21, 2020 by pratik shah

રાજ્યમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 1 હજાર 851 થઈ છે. આ જે રાજ્યમાં વધુ 108 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. તો વધુ ચાર લોકોના મોત કોરોનાથી થયા છે. જેમા સુરત અને અમદાવાદના બે-બે દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં કુલ 67 લોકોના મોત કોરોનાથી થયા છે ત્યારે કુલ 106 લોકોને રજા આપવામાં આવી છે. 108 નવા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધારે 91 કેસ નોંધાયા છે. આ કેસ, શહેરના કોટ વિસ્તારમાં નોંધાયા છે. અમદાવાદમાં અસારવા, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, દરિયાપુર, બાપુનગર, જુહાપુરા અને સરસપુરમાં નવા કેસ નોંધાયા છે. અમદાવાદ બાદ અરવલ્લીમાં 6, કચ્છ, રાજકોટ અને પંચમહાલમાં બે-બે કેસ નોંધાયા છે. તો સુરતમાં બે અને મહીસાગરમાં એક કેસ નોંધાયો છે. વડોદરા અને મહેસાણામાં એક-એક કેસ સામે આવ્યા છે.

હોટસ્પોટ વિસ્તારોમાં વધતા કેસો વચ્ચે આ વિસ્તારો પણ નથી બાકાત

અમદાવાદમાં હવે એક પણ વિસ્તાર એવો બાકાત રહ્યો નથી જ્યાં કોરોનાના કેસો બાકી રહ્યાં હોય. ઝોન પ્રમાણે પણ મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં કેસોની સંખ્યા વધુ છે. હવે પશ્વિમનો પણ વારો આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી નવરંગપુરા, નારણપુરા, ઉસ્માનપુરા, ગોતા, ચાંદલોડિયા, ચાંદખેડા, બોડકદેવ, ઇસ્કોન, વેજલપુર, ઝુંડાલ, નાના ચિલોડા, જૂનાવાડજ, રાણીપમાં નવા કેસો બહાર આવ્યા છે. આજે પણ જૂના વાડજમાં બળિયાદેવની ચાલમાં એક 36 વર્ષની મહિલાને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. સોમવારે આવેલા સમાચારો મુજબ અમદાવાદ શહેરમાં 65 શાકભાજીવાળાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે.

બહેરામપુરામાં શાકભાજીના ફેરિયાઓએ ચિંતા વધારી

બહેરામપુરા ની દૂધ ની ચાલી રહેતા 65 લોકોને પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી ગયો છે. આ તમામ ફેરિયાઓ અમદાવાદ શહેરમાં શાકભાજી વેચતા હતા ત્યારે તેમના સંપર્કમાં આવેલા અનેક લોકોને લઈને ચિંતા ઉદભવી છે. આ તમામ ફેરિયાઓ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થાના ભાગરૂપે રીવરફ્રન્ટ પર શાક વેચતા હતા. ગઈકાલે જ રાણીપમાં નારાયણ પાર્કમાં રહેતા એક વ્યક્તિનો રિપોર્ટો કોરોના પોઝિટીવ આવ્યો હતો. તો સત્યમેવ વિસ્ટામાં ઈ-704માં રહેતા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગોતામાં અત્યારસુધીમાં 3 રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાં એક વસંતનગર, શ્રીનાથ એવન્યું અને સત્યમેવ વિસ્ટાનો સમાવેશ થાય છે.

ગોતામાં બજારમાં સવારે ઉમટતા ટોળાને પગલે નથી પળાતા નિયમો

એક અન્ય વિસ્તારમાં એક રિપોર્ટ કોરોના પોઝિટીવ હોવા બાબતે સત્તાવાર સમર્થન નથી પણ આ પરિવારના સભ્યોએ કોરોના રિપોર્ટ કરાવ્યો છે. જે નેગેટિવ આવ્યો હોવાના અહેવાલો છે. ચાણક્યપુરીમાં ભવનાથ સોસાયટીમાં એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટીવ છે. પશ્વિમમાં ચાંદખેડા, રાણીપ, જૂનાવાડજ, ગોતા, બોડકદેવમાં કેસો બહાર આવ્યા છે. ગોતામાં કેસોની વધતી જતી સંખ્યા વચ્ચે સોલા પોલીસે હવે સવારમાં ભરાતા બજાર બાબતે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થતું નથી તેવી કરિયાણાની દુકાનો અને ડેરીપાર્લરો પર તવાઈ બોલાવવાની જરૂર છે. સૌથી વધુ સમસ્યા એ છે કે ગોતામાં જ્યાં કેસો છે ત્યાં આજુબાજુમાં આ બજારો ભરાય છે. સોસાયટી વિસ્તારોએ સ્વંયંભુ લોકડાઉનનો અમલ શરૂ કર્યો છે પણ પોલીસે પણ કડકાઈથી કાર્યવાહી કરવાની જરૂર છે. હજુ પણ ઘણા ડેરી પાર્લરો કમાઈ લેવાની લાલચમાં સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી રહ્યાં નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!