GSTV

શું કર્ફ્યૂની સમય-મર્યાદા વધશે? સીએમ નિવાસ સ્થાને મળનારી બેઠકમાં લેવાશે મહત્વનો નિર્ણય, મહામારીના કારણે વકરી પરિસ્થિતિ

ગુજરાતમાં ઘાતક જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મહામારીના કારણે દિવસેને દિવસે ભયાવહ સ્થિતી સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 હજાર 515 વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઇ છે. ગુજરાતમાં કોરોનાએ 1500ની સપાટી વટાવી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે. ઉલ્લેખનીય છે કે ઘાતક કોરોના વાયરસના સંક્રમણને કારણે શનિ-રવી વિકેન્ડ કર્ફયુ અમદાવાદમાં લાગુ કરવામાં આવ્યો છે. જે આવતીકાલે એટલે કે સોમવાર સવારે પૂર્ણ થઈ જશે. નોંધપાત્ર છે કે દિવાળીના તહેવાર બાદ લોકોની બેદરકારીનાં કારણે કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગુજરાતમાં કોરોનાએ 1500ની સપાટી વટાવી હોય તેવું સૌપ્રથમવાર બન્યું

આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1 લાખ 95 હજાર 917 થઇ ગયો છે. હાલ 13 હજાર 285 એક્ટિવ કેસ છે જ્યારે 95 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3 હજાર 846 છે. છેલ્લા 24 કલાકની સ્થિતી  પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં આવી રહી છે.

ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં

અમદાવાદમાં કર્ફ્યૂની સમયમર્યાદા વધારવી કે નહી. તે અંગેનો નિર્ણય સીએમ નિવાસ સ્થાને આજે મળનારી બેઠકમાં લેવાશે. કોર કમિટીની બેઠક આજે સાંજે 6 વાગ્યે મળી રહી છે. અમદાવાદમાં લાગૂ કરવામાં આવેલો કર્ફ્યૂ સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે. ત્યારે ગાંધીનગરમાં મળનારી બેઠકમાં સીએમ રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને કોર કમિટીના સભ્યો હાજર રહેશે.. ત્યારે સાંજ સુધીમાં સરકાર કર્ફ્યૂ વધારવો કે નહી તે અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.

READ ALSO

Related posts

આવતીકાલે અભય ભારદ્રાજનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, અંતિમયાત્રામાં માત્ર પરિવારના સભ્યો જ જોડાશે

Nilesh Jethva

અમદાવાદમાં 24 માર્ચ 30 નવેમ્બર સુધીમાં જાહેરનામા ભંગના 32284 કેસો નોંધાયા, દંડની રકમ જાણીને હોશ ઉડી જશે

Nilesh Jethva

ખેડૂત આંદોલન/ પદ્મ શ્રી અને અર્જૂન એવોર્ડથી સન્માનિત કેટલાય પૂર્વ ખેલાડીઓ કૃષિ કાયદાની વિરુદ્ધમાં પરત કરશે સન્માન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!