GSTV
Gujarat Government Advertisement

અમદાવાદની સ્થિતિ અત્યંત ગંભીર / કલાકો સુધી 108 ન આવતા દર્દીને પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં લઇ જવા ફરજ પડી, પરિવારજનોમાં ઉગ્ર રોષ

Last Updated on April 12, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોના મહામારી વચ્ચે સ્થિતિ બિલકુલ વકરતી જઇ રહી છે. ત્યારે એવામાં હાલમાં ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોની સિવિલ હોસ્પિટલની સ્થિતિ અત્યારે વધુ ગંભીર જોવા મળી રહી છે. હોસ્પિટલોની બહાર દર્દીને દાખલ કરવા માટે પણ 4-5 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. જેથી એમ્બ્યુલન્સમાં જ દર્દીની તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી રહી છે. બીજી બાજુ સ્મશાન ગૃહોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. સ્મશાન ગૃહમાં પણ અંતિમ સંસ્કાર માટે 4થી 5 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. ત્યારે તાજેતરમાં અમદાવાદમાં 108ની લાલિયવાડીની ઘટના સામે આવી છે.

દર્દીને ખાનગી એમ્બ્યુલન્સમાં લઇ જતા એલ.જી હોસ્પિટલે દાખલ કરવાની ના પાડી દીધી

શહેરમાં દર્દીના પરિવારજનો દ્વારા 108 ને ફોન કર્યો હોવા છતાં 108 નહીં આવતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. 4 કલાક સુધી 108 નથી આવતા દર્દીને અંતે ખાનગી એમ્બ્યુલન્સમાં દાખલ કરવા લઈ જવાયાં. પરંતુ ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લાવવાના
કારણે એલ.જી હોસ્પિટલમાં પણ દર્દીને દાખલ કરવાની ના પાડી દેવામાં આવી હતી. જેથી 108 કલાકો સુધી નહીં આવતા દર્દીના સગામાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે.

108 એમ્બ્યુલન્સની બેદરકારી અને એલ.જી હોસ્પિટલે છડેચોક દર્દીને દાખલ કરવાની ના કહી દેતા દર્દીનાં પરિવારજનોનું કહેવું છે કે, ‘108 કલાકો બાદ આવે ત્યાં સુધી શું રાહ જોવાની? દર્દીની સ્થિતિ ગંભીર હોય અને કાંઇક થઇ જાય તો તેની જવાબદારી કોની? શું ખાનગી એન્બ્યુલન્સમાં આવનાર દર્દીને દાખલ ન કરી શકાય?’

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દિવસે ને દિવસે સ્થિતિ ભયાવહ થઈ રહી છે. સિવિલ મેડિસિટી કેમ્પસમાં 2,268 બેડની વ્યવસ્થા છે અને 92 ટકા બેડ ફૂલ થઈ રહ્યાં છે. દર બે મિનિટે એક એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ પહોંચી રહી છે. હોસ્પિટલમાં 70 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે. ઓક્સિજનની અછત થતા અન્ય હોસ્પિટલમાંથી પણ દર્દીઓ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન, રેમડેસિવિરનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું પણ સિવિલ સુપ્રિટેન્ડેન્ટે કહ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતાર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતારના ફરી એક વખત દ્રશ્યો સામે આવ્યાં છે. એક સાથે 15થી 20 જેટલી 108 એમ્બ્યુલન્સ કતારોમાં જોવા મળી હતી. સરકારી હોસ્પિટલમાં જગ્યા જ નથી. સિવિલ હોસ્પિટલમાં ફક્ત 10 ટકા બેડ જ ખાલી છે.

અમદાવાદમાં પ્રથમ વાર એક્ટિવ કેસનો આંક હવે 6 હજારને પાર થઇ ગયો છે. 31 માર્ચના રોજ અમદાવાદમાં ૨,૧૧૬ એક્ટિવ કેસ હતાં અને તે હવે વધીને ૬,૦૮૧ થઇ ગયો છે. અમદાવાદમાં એક્ટિવ કેસનો આંક 6 હજારને પાર થયો હોય તેવું પ્રથમ વાર બન્યું છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ ૮૨,૮૯૯ કેસ નોંધાયા છે અને તેમાંથી ૭૪,૩૭૨ દર્દી સાજા થયા છે જ્યારે ૨,૪૪૬ દર્દીના મૃત્યુ થયા છે. આમ, અમદાવાદમાં એક્ટિવ કેસનું પ્રમાણ ૭.૩% છે.

એક્ટિવ

અમદાવાદમાં એક મહિના અગાઉ ૭૮૫ એક્ટિવ કેસ હતા જ્યારે હવે ૬,૦૮૧

બરાબર એક મહિના અગાઉ ૧૧ માર્ચના અમદાવાદમાં એક્ટિવ કેસ ૭૮૫ હતા. આમ, એક મહિનામાં જ અમદાવાદમાં કોરોનાએ કેટલું વિકરાળ સ્વરૃપ દર્શાવ્યું છે તેનો અંદાજ મેળવી શકાય છે. રાજ્યમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લાઓમાં સુરત ૫૭૯૨ સાથે બીજા, વડોદરા ૩૬૩૭ સાથે ત્રીજા, રાજકોટ ૩૦૫૨ સાથે ચોથા અને જામનગર ૧૧૦૩ સાથે પાંચમાં સ્થાને છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / હવે વિદેશથી પૈસા મંગાવવા આસાન, સેકન્ડોમાં જ Google ની આ એપ દ્વારા અમેરિકાથી ભારત મની થઇ જશે ટ્રાન્સફર

Dhruv Brahmbhatt

સાવધાન/ Mobile ચાર્જિંગ કરવા માટે ભૂલથી પણ ના કરતા આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન

Harshad Patel

શું નજારો છે.. સિંગરવા સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ દર્દીઓની સારવાર છોડી સાહેબ ACમાં ફરમાવતા હતા આરામ, ગ્રામજનોનો ગંભીર આરોપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!