GSTV
Gujarat Government Advertisement

કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનશે કોણ?, કોંગ્રેસ હજુ અસમંજસ સ્થિતિમાં, બીજી તરફ શહેરના મેયર અને ડે.મેયરની વરણીની ભાજપની તૈયારી પૂર્ણ!

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા કોણ બનશે તેને લઇને કોંગ્રેસમાં હજુ અવઢવ ચાલી રહી છે. બુધવારે  શહેરના ટાગોર હોલમાં નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક મળવાની છે. આ બેઠકને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાઈને આવેલા કોંગ્રેસના 24 કોર્પોરેટરની એક પણ વખત મિટીંગ મળી નથી કે તેમના નેતાની પસંદગી પણ કરી શકાઈ નથી.

Gujarat Government Advertisement

બેઠકને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા

કોંગ્રેસના 24 કોર્પોરેટરની એક પણ વખત મિટીંગ મળી નથી કે તેમના નેતાની પસંદગી પણ કરી શકાઈ

કોર્પોરેશનમાં છેલ્લા બે દાયકામાં પહેલી વખત એવુ બનવા જઈ રહ્યુ છે જ્યારે  શહેરના મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવતી હોય એવા સમયે પણ કોંગ્રેસ વિપક્ષ તરીકે પોતાના નેતાની પસંદગી કરી શકી નથી. વિપક્ષ નેતા નકકી થઈ ન શકવાના કારણે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરોની પણ હજુ સુધી એક પણ બેઠક મળી શકી નથી.

ભાજપ

કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરોની પણ હજુ સુધી એક પણ બેઠક મળી શકી નથી

બુધવાર પહેલા કોંગ્રેસની બેઠક કોણ બોલાવે? એ પણ સવાલ છે.આ પરિસ્થિતિમાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરો વિપક્ષ નેતા વગર જ સીધા પહેલા બોર્ડમાં હાજરી આપવા મજબુર બને એવી રાજકીય સ્થિતિનું કોંગ્રેસમાં નિર્માણ થવા પામ્યું છે.

Gujarat Government Advertisement

Related posts

વડોદરા: રેમડિસીવીર ઈંજેક્શનના કાળાબજાર કરતા આયુર્વેદિક ડોક્ટરની થઈ ધરપકડ

Pravin Makwana

મહારાષ્ટ્રમાં લોકડાઉનના ભણકારા: બે કે ત્રણ અઠવાડીયાનું લાગી શકે છે લોકડાઉન, આવતી કાલે થશે મોટી જાહેરાત

Pravin Makwana

છટકબારી: મહારાષ્ટ્રમાંથી આ રીતે ગુજરાતમાં ઘૂસી રહ્યા છે લોકો, સરકારે સતર્ક થવાની જરૂર

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!