GSTV

Big Breaking: ગુજરાતના વધુ એક અધિકારી કોરોનાની ચપેટમાં, અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે ને થયો કોરોના

કોરોના

Last Updated on January 15, 2022 by Bansari

ગુજરાતમાં કોરોના સતત અજગરી ભરડો લઇ રહ્યો છે. સામાન્ય લોકોથી લઇને નેતાઓ અને અધિકારીઓ આ ઘાતક વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી વજુભાઈ વાળા પણ કોરોના સંક્રમિત થયા છે. તેવામાં હવે ગુજરાતના વધુ એક અધિકારી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત થયા બાદ હાલ તેઓ ઘરમાં જ સારવાર લઇ રહ્યાં છે.

કોરોના
  • ગુજરાતના વધુ એક અધિકારી કોરોનાની ચપેટમાં
  • અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે ને થયો કોરોના
  • ઘરમાં જ લઈ રહ્યા છે સારવાર

રાજ્યમાં કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે એક પછી એક અનેક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. તેવામાં હવે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી વજુભાઈ વાળા પણ કોરોના સંક્રમિત થયા છે. બ્રિજેશ મેરજાએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

બ્રિજેશ મેરજાએ ટ્વીટ કરીને આપી માહિતી

કોરોના

તેમણે ટ્વીટ કર્યુ હતું કે, આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મે કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરે મને આરામ કરવાની સલાહ આપી છે. મારી તબિયત સારી છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરુ છું. જણાવી દઇએ કે બ્રિજેશ મેરજા તેમના મંત્રી નિવાસસ્થાને હોમ ક્વોરન્ટાઇનમાં છે.

વજુભાઇ વાળા હોમ ક્વોરન્ટાઇન

vajubhai vala

જણાવી દઇએ કે વજુભાઇ વાળાએ કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ કોરોના સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઇનમાં છે. આ ઉપરાંત તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વજુભાઇના નિવાસ સ્થાને આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી. જકોટમાં યોજાયેલી ભાજપની રેલી બાદ વજુભાઇ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. આ રેલીમાં સામેલ થનાર ભાજપના પાંચ જેટલા નેતાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અગત્યનું છે કે તાજેતરમાં જ વજુભાઈએ બૂસ્ટર ડોઝ લીધો હતો જેને લઈને તેમણે વડાપ્રધાન મોદીનો ખાસ કરીને આભાર માન્યો હતો.

Read Also

Related posts

મોટા સમાચાર / જમ્મુ-કાશ્મીરમાં કોરોના કેસનો રેકોર્ડબ્રેક, 5992 નવા કેસ સાથે કોવિડનો કોપ યથાવત

GSTV Web Desk

રાજ્યભરમાં તોલમાપ તંત્રના દરોડા, 40 જેટલા મેડીકલ એકમોમાં ગેરરીતી ઝડપાઈ! તંત્રે ફટકાર્યો આકરો દંડ

pratik shah

ગોધરા: કોવિડ ગાઈડ લાઈનના ધજાગરા ઉડાડતો લગ્નના વરઘોડાનો વીડિયો આવ્યો સામે, પોલીસે કરી કાર્યવાહી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!