રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી

રાજ્યભરમાં ઠંડીનું જોર આજે પણ યથાવત જોવા મળ્યું છે. આજે સવારે પણ લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.તો આ તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળ્યુ છે. તો નલિયા અને ડીસા આજે પણ ઠંડુગાર છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીમાં વધારો અનુભવાઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, બનાસકાંઠાં સહિતના જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter