GSTV
Home » News » રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડી

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડી

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી શીત લહેર છે. હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે હજુ પણ બે દિવસ સુધી ઠંડી વધારે રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, રાજકોટ, ભાવનગર, પોરબંદર અને દીવમાં કોલ્ડ વેવની અસર છે. હિમાલયથી આવતાં બર્ફિલા પવનને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. આજે કચ્છનું નલિયા 7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું. તો ડીસામાં 8 ડિગ્રી, રાજકોટ 8.7 ડીગ્રી, દીવ 8.5 ડીગ્રી અને વલસાડમાં 8.1 તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલા એરપોર્ટ પર 9 ડિગ્રી, અમદાવાદમાં 9.8, ગાંધીનગરમાં 9.9 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો કંડલા પોર્ટમાં 10 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

Related posts

દિલ્હી હિંસા: અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ, 18 પર FIR, પરિસ્થિતી નિયંત્રણમાં

Pravin Makwana

દિલ્હી હિંસાના વિરોધમાં સડક પર ઉતરી કોંગ્રેસ, પ્રિયંકા ગાંધીએ લીધી આગેવાની

Ankita Trada

નીતિનભાઈએ બજેટમાં એવી ભેટ આપી કે ગુજરાતના તમામ વેપારીઓ કરશે કાકાની વાહવાહી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!