GSTV

ગ્રામ્ય વિસ્તારમાં કથળતી આરોગ્ય સેવા અંગે નીતિન પટેલે આપ્યો ગળે ન ઉતરે તેવો જવાબ

NITIN PATEL

અમદાવાદની વિવિધ હોસ્પિટલમાં વિવિધ વિભાગમાં ખાલી પડેલી જગ્યા પર ગ્યાસુદ્દીન શેખનુ નિવેદન સામે આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 765 જગ્યા, યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2 હજાર 513, કેન્સર હોસ્પિટલમાં 158, કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 87 જગ્યા ખાલી છે. સરકાર આ તમામ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરે તેવી ગ્યાસુદ્દીન શેખે માંગણી કરી છે. સરકારે વેન્ટિલેટર પૂરતી માત્રામાં હોવાનો દાવો કર્યો છે. જો કે વેન્ટીલેટરના અભાવે લોકોના મૃત્યુના બનાવો પણ સામે આવે છે. સરકારે વેન્ટિલેટર વધારવાની જરૂર છે જેથી લોકોના જીવ બચી શકે.

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 765 જગ્યા ખાલી
  • યુ એન મહેતા હોસ્પિટલમાં 2513 જગ્યા ખાલી
  • કેન્સર હોસ્પિટલમાં 158 જગ્યા ખાલી
  • કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 87 જગ્યા ખાલી છે
  • જેને લઈને કોંગ્રેસે આક્રમક તેવર બતાવ્યા હતા

રાજ્યમાં મેડિકલ સારવારમાં અગવડતા ઉભી થતી હોવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં ડોંક્ટર ના મળતા જોવાનો સ્વીકાર આરોગ્ય મંત્રી નીતિન પટેલ કરી ચુક્યા છે. રાજ્યમાં મેડિકલ સુવિધા મળવામાં વિલંબ થવો કે પૂરતી સુવિધા ના મળી હોવાના અનેક કિસ્સા અત્યાર સુધીમાં સામે આવી ચુક્યા છે. વિધાનસભામાં સરકારે અનેક વખત એ વાત સ્વીકારી છે અને ફરી વખત પણ આંકડા જાહેર કરી ને એ વાત સાબિત કરી છે કે હજી પણ મોટા પ્રમાણે સ્ટાફની અછત હોવાનું સરકાર લેખિતમાં સ્વીકારી રહી છે. અમદાવાદની વિવિધ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં જગ્યા ખાલી પડેલી છે.

આરોગ્ય મંત્રી નીતિન પટેલે ગળે ઉતરે નહિ એવો જવાબ આપ્યો

જ્યારે આ મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ ત્યારે આરોગ્ય મંત્રી નીતિન પટેલે પણ ગળે ઉતરે નહિ એવો જવાબ આપ્યો હતો. તો એ જવાબથી સરકારની પણ બેદરકારી કે બે જવાબદારી નીતિ હોવાની વાત છતી થઈ રહી છે નીતિન પટેલે ગૃહમાં સ્વીકાર્યું હતું કે શહેરી વિસ્તારોમાં તબીબો મળી રહે છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં તબીબોની ઘટ છે. ગ્રામ્ય વિસ્તારમાં તબીબો સરકારના બોન્ડ નો ભંગ કરે છે. પહેલા મેડિકલ બેઠકો ઓછી હતી એટલે તબીબો ઓછા હતા અને ગ્રામ્ય વિસ્તારમાં ડોકટર મળતા નથી જેને લઈને સરકારની નીતિ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.

READ ALSO

Related posts

લોકડાઉન: સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલનું વેચાણ અત્યંત ઓછું, એક્સપર્ટસનાં મતે સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

101 વર્ષ પહેલાં મહામારીમાં જન્મી, વિશ્વયુદ્ધ જોયુ અને હવે કોરોનાને પણ આપી માત

Karan

ક્રિકેટ ફેન્સ થશે નિરાશ! IPL 2020 રદ થવાના આરે, આગામી વર્ષે નહી થાય મેગા ઑક્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!